કોરોના સંકટ વચ્ચે રશિયાએ વિશ્વને આપ્યા વધુ એક સારા સમાચાર

admin
1 Min Read

કોરોના મહામારીના સંકટ વચ્ચે રશિયાએ વધુ એક મોટી જાહેરાત કરી છે. રશિયામાં કોરોના વાયરસના નવા કેસોમાં થઈ રહેલ વધારા વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલ બીજી વેક્સિનને પણ મંજૂરી આપી દીધી છે. રશિયાએ કોવિડ-19ની બીજી વેક્સીનને શરૂઆતી ટ્રાયલ પછી મંજૂરી આપી છે. જે અંગેની જાહેરાત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક સરકારી બેઠકમાં કરી હતી.

એપીવૈકકોરોના નામની વેક્સીનને સાઇબેરિયામાં વેક્ટર સંસ્થાન દ્વારા વિકસિત કરવામાં આવી છે અને તેણે ગત મહિને પ્રારંભિક તબક્કાના માનવ પરિક્ષણોને પુરા કરી લીધા છે. જોકે પરિણામ હજુ સુધી પ્રકાશિત થયા નથી. સાથે જ આ વેક્સીનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ હજુ શરુ થયુ નથી. એપીવૈકકોરોના વેક્સિનની મંજૂરી અંગેની જાહેરાત કરતા પુતિને જણાવ્યુ હતું કે, આપણે પહેલા અને બીજા વેક્સિનનું ઉત્પાદન વધારવાની જરુર છે. અમે પોતાના વિદેશી સહયોગીઓ સાથે સહયોગ કરવાનું યથાવત્ રાખીશું અને વિદેશોમાં પોતાની વેક્સીનને વધારીશું.

મહત્વનું છે કે આ પહેલા રશિયામાં મોસ્કોના ગેમાલેયા સંસ્થા દ્વારા વિકસિત સ્પુતનિક વીને ઓગસ્ટમાં ઘરેલુ ઉપયોગ માટે લાયસન્સ આપવામાં આવ્યુ હતું. આ વેક્સીનનું મોસ્કોમાં હાલ 40 હજાર લોકો પર પરીક્ષણ ચાલી રહ્યું છે અને તેને ત્રીજા તબક્કાના પરીક્ષણ પહેલા જ મંજૂરી મળી ગઈ હતી.

Share This Article