ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભારતીય ટીમે પહેલા જ દિવસ થી શ્રેષ્ઠ બેટિંગની શરુઆત કરી દિધી છે. ભારતીય ટીમના ઓપનર તરીકે રોહિત અને મયંકની જોડીએ સદી ફટકારી હતી અને તેમની સદીની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. મહત્વનું છે કે વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. જયારે મેચ રોકાઈ ત્યારે ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 202 રનનો સ્કોર બનાવી લીધો હતો. મહત્વનું છે કે રોહિત શર્માએ 154 બોલમાં 10 ફોર અને 4 સિક્સર સાથે 100 રન બનાવ્યા હતા.
રોહિતે ટેસ્ટમાં ઓપનિંગમાં આવીને પ્રથમ ઇનિંગ્સમાં જ સદી ફટકારી છે. ઓપનર તરીકે ટેસ્ટ કારકિર્દીમાં આ તેની પ્રથમ સદી છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા આ સાથે જ ભારતીય ઓપનરોના ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. તે ઓપનર તરીકે ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર ચોથો ભારતીય બૅટ્સમેન બન્યો છે. આ પહેલા શિખર ધવન, લોકેશ રાાહુલ અને યુવા ખેલાડી પૃથ્વી શો આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.