યશ માર્કેટના મજુરો દ્વારા નોંધવામાં આવ્યો વિરોધ

admin
1 Min Read

દાહોદ શહેર સ્થિત યશ માર્કેટના 200 ઉપરાંત શ્રમજીવીઓ વેતનમાં વધારો કરવાની તથા માર્કેટમાં માળખાકીય સુવિધાઓ વધારવાની માંગ સાથે અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી ગયાં છે. શ્રમજીવીઓની હડતાળના પગલે વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. દાહોદના યશ માર્કેટમાં 200 કરતાં વધારે શ્રમજીવીઓ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ વેતન વધારા સહિતની માંગણીઓ સંદર્ભમાં અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી ગયાં છે. શ્રમજીવીઓ હડતાલ પર ઉતરી જતાં માલ સામાન ટ્રકો તેમજ અન્ય ગાડીઓ માંથી ઉતારનાર કોઈજ નહીં હોવાથી વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ વેતન વધારવા તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવાની માંગ કરી રહયાં છે. શ્રમજીવીઓની વીજળીક હડતાળના કારણે આગેવાનો દોડી આવ્યાં હતાં અને સમજાવટ શરૂ કરી હતી. જેમાં શ્રમજીવીઓની માંગણીઓ પર વિચાર કરવા માટે શનિવાર સુધીનો સમય માંગવામાં આવ્યો છે.

Share This Article