લોકડાઉન વિષય પર ચિત્ર સ્પર્ધા અને માસ્ક મેકિંગ સ્પર્ધાનું આયોજન

admin
2 Min Read

સુરતમાં આવેલા શિવ કાર્તિક એન્કલેવ, વેસુ ખાતે રહીશો એ લોકડાઉનનો સદુપયોગ કરી પોતાનાં ફાજલ સમયમાં પોતાની રચનાત્મક પ્રવૃત્તિઓને સુંદર મજાનો ઓપ આપ્યો હતો. ત્યારે સોસાયટી રહીશો માટે કોરોના – લોકડાઉન વિષય પર ચિત્ર સ્પર્ધા અને માસ્ક મેકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. #stayhomestaysafeના  ઉદ્દેશ હેઠળ આ બંને સ્પર્ધાઓ પોતપોતાના ઘરે રહીને આયોજન કરવામાં આવ્યું હતું.

ચિત્ર સ્પર્ધામાં ૫ વર્ષથી લઇ ૬૦ વર્ષ સુધી નાં રહીશો એ અલગ અલગ ઉંમરનાં ગ્રુપમાં ઉમળકાભેર ભાગ લીધો હતો. તેમજ દરેક પરિવારોએ માસ્ક મેકિંગમાં પોતાની કલાકારીગરીનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય લોકોમાં કોરોના વિશે જાગૃતિ લાવવા અને તેનાથી બચવા અંગેનાં ઉપાયો સમજાવવાનો હતો. ચિત્ર સ્પર્ધામાં વિવિધ ઉંમરનાં દરેક ગ્રુપ પ્રમાણે નંબર આપી તેમને જેનીશભાઈ પંકજભાઈ શાહ પરિવાર તરફથી ઇનામ વિતરણ કરી પ્રોત્સાહન પૂરું પડયું હતું તેમજ ભાગ લેનાર દરેકને સેનેટાઈઝર ભેટમાં આપવામાં આવ્યું હતું.

તેમજ યુનિક માસ્ક મેકિંગ સ્પર્ધાના વિજેતાઓને પૂર્ણિમાબેન જગદીશભાઈ બંગડીવાળા પરિવાર તરફથી ઇનામ વિતરણ કરાયું હતું.  તેમજ દરેક ફ્લેટમાં રહેતા સભ્યોને માસ્ક અંગે જાગૃત કરાયા હતા. સાથે સાથે “શીખી લો આંખોથી હસવાનું સાહેબ,  હોઠોનું હાસ્ય તો માસ્કે છીનવી લીધું છે.”  આ એક પંક્તિ દ્રારા ઊંડાણ ભર્યો સંદેશ પાઠવ્યો હતો.

આ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓમાં 5 થી 8 વર્ષ ગ્રૂપમાં પહેલું ત્રીશા ચોકસી,  બીજા મીસ્કા શાહ,  ત્રીજુ નક્ષ શાહ,  9 થી 12 વર્ષ ગ્રૂપમાં પ્રથમ જીયાંશ શાહ, બીજું ધ્રુવ શાહ,  ત્રીજું ખુશી શાહ,  13 થી 16 વર્ષ ગ્રૂપમાં પહેલું અક્ષત શાહ,  બીજું શ્રેયા શાહ,  માસ્ક સ્પર્ધાનાં વિજેતામાં પહેલું વિશ્વા ચોક્સી,  બીજું વિધાન શાહ,  ત્રીજું કીંજલ શાહ,  ત્રીજું યાશિ શાહને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

Share This Article