લો બોલો….. પાકિસ્તાનમાં પ્રાણી સંગ્રહાલયમાંથી ફરાર થઈ ગયું શાહમૃગ…વીડિયો વાયરલ

admin
1 Min Read

સોશિયલ મીડિયા પર અવાર નવાર વિવિધ વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હાલમાં એક શાહમૃગનો વિડિયો ખૂબ જ વાયરલ થયો છે. જે જોઈ તમારા આ વીડિયો પાકિસ્તાનનો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. તમને આ વીડિયો જોઈને પણ આશ્ચર્ય થશે કે કઈ રીતે એક શાહમૃગ પ્રાણીસંગ્રહાલયમાંથી ફરાર થઈ જાય છે અને રસ્તા પર દોડવા લાગે છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના કરાચીમાં શાહમૃગ ઝૂમાંથી દોડીને રસ્તા પર દોડી ગયો હતો જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રસ્તા પર શાહમૃગને દોડતા જોઇને લોકો ગભરાઈ ગયા હતા. તે સમયે લોકોએ પોતાના વાહનો ધીમા કરી દીધા હતા અને તેને રસ્તો આપ્યો. તો કેટલાક વાહન ચાલકો તો બીકના માર્યા ઝડપથી પોતાની ગાડી ભગાવતા નજરે પડ્યા હતા. ભારતીય વન સેવાના અધિકારી પ્રવીણ કાસવાને આ વીડિયો શેર કર્યો છે. પ્રવીણ કાસવાનના જણાવ્યા મુજબ આ શાહમૃગ ઝૂમાંથી ભાગી ગયું છે. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Share This Article