રાજકોટમાં વીજ ચેકિંગ દરમિયાન 3 દિવસમાં 79.32 લાખથી વધુ વીજચોરી ઝડપાઇ

Jignesh Bhai
2 Min Read

જુલાઇ માસ બાદ ઓગસ્ટ માસના બીજા સપ્તાહના પ્રારંભથી પીજીવીસીએલ દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં આજે ફરી સતત ચોથા દિવસે પીજીવીસીએલની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ શહેર સર્કલ વિભાગ-2 હેઠળના બેડીનાકા અને પ્રદ્યુમનનગર પેટાવિભાગના વિસ્તારોમાં અલગ-અલગ 36 ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસમાં 79.32 લાખથી વધુ વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. જ્યારે જુલાઇ માસમાં 1 કરોડથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.

રાજકોટ શહેર વિસ્તારમાં વીજ ચેકીંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જુલાઇ માસ બાદ ઓગસ્ટ માસથી શરૂ થયેલા બીજા સપ્તાહની શરૂઆત સાથે રાજકોટ શહેર વિસ્તારમાં સતત ચોથા દિવસે વહેલી સવારથી 36 અલગ-અલગ ટીમોએ પરસાણાનગર, ભીસ્તીવાડ, ટોપ સહિતના વિસ્તારોમાં વીજ ચોરીનો ધમધમાટ શરૂ કર્યો હતો. ખાના, કીટીપરા, ગાયકવાડી, નહરૂનગર, શિવપરા, ભક્તિનગર અને શ્યામનગરમાં કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 4 ફીદ્રોને આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકિંગ ડ્રાઇવમાં કુલ 4 વીડિયોગ્રાફર, 13 SRP, 16 નિવૃત્ત આર્મીમેન અને 9 સ્થાનિક પોલીસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે છેલ્લા 3 દિવસના પ્રથમ દિવસે રાજકોટ શહેર વિભાગ-2 હેઠળના વિસ્તારમાંથી કુલ 45 ટીમોએ 961 કનેકશન ચેક કર્યા હતા અને 116 કનેકશનમાંથી 35.26 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે ગઈકાલે બીજા દિવસે 43 ટીમોએ 994 કનેકશન ચેક કર્યા હતા અને 109 કનેકશનમાંથી 19.26 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. ગઇકાલે ત્રીજા દિવસે 927 કનેકશન ચેક કરતાં 117 કનેકશનમાંથી 24.82 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી.

Share This Article