પાક અભિનેત્રી વીણા મલિક ફરી વિવાદમાં – વીણા મલિકને ભારતીય ફેન્સે લીધી આડે હાથ

admin
1 Min Read

ખાસ કરીને ભારત વિરુદ્ધ વિવાદીત નિવેદન આપવા પર ટ્રોલિંગનો શિકાર થયેલી પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક એક વખત ફરી ચર્ચામાં છે. વીણા મલિકે ઇન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે. જેમા તે પાકિસ્તાન જિંદાબાદ અને કાશ્મીર બનેગા પાકિસ્તાનના સુત્રોચ્ચાર કરી રહી છે. વીણા મલિકનો આ વીડિયો સામે આવ્યા બાદથી ભારતીય યુઝર્સ ભડકી ઉઠ્યા છે.વીણા મલિકના આ સુત્રોચ્ચા પર એખ યુઝરે લખ્યુ – દૂધ માંગશો તો ખીર આપીશું. કાશ્મીર માંગશો તો ચીરી દઇશું, એક અન્ય શખ્સે લખ્યું, તમારુ આ સપનું હંમેશા સપનુ જ રહેશે. ભારતના પૈસે તમારુ ઘર ચાલે છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે વીણા મલિક તુ મુસલમાનનું નામ ખરાબ કરી રહી છે. લોકો વીના મલિકને શરમ કરવા કહી રહ્યા છે. એક યુઝરે મજેદાર કોમેન્ટ કરતા લખ્યું આ હાલ કાશ્મીરના ચક્કરમાં છે હજુ તો લાહોર પણ લેવાનું છે. બીજા વ્યક્તિએ લખ્યું, કાશ્મીરની ઇચ્છા રાખશો તો મેડમ કરાંચી પણ લઇ લઇશું. આખરે હિન્દુસ્તાનથી તો પાકિસ્તાન પેદા થયું છે. જ્યારે વધુમાં એક યુઝર્સે લખ્યુ યુદ્ધ જીતી શકાતુ નથી અને કાશ્મીરની વાત કરે છે.

Share This Article