કંગાળ પાકિસ્તાનની પોલીસ સાયકલ પર, “પેટ્રોલિંગ” કરતો વીડિયો થયો વાયરલ

admin
1 Min Read

જમ્મૂ કશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ થયા બાદ પાકિસ્તાન અનેર વાર યુદ્ધની ધમકી આપી ચુક્યું છે. પાકિસ્તાને ગુરૂવારે બપોરે નવી મિસાઈલનું પરીક્ષણ પણ કર્યું છે. ત્યાં જ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કોઈનાથી છુપી નથી. આ બધાની વચ્ચે પાકિસ્તાનનો એક પોલીસકર્મીનો વિડીયો સોસિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે સાઇકલ પર પેટ્રોલીંગ કરી રહ્યો છે. આ વિડીયોને જાણીતા લેખક, પત્રકાર તારેક ફતાહ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, ‘પાકિસ્તાની પોલીસ ઇકોનોમી ડ્રાઇવ પર!’ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પત્રકાર, લેખક અને જાણીતા બલોચ નેતા તારેક ફતહે આ વીડિયો ટ્વીટ કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પોલીસ કર્મી યુનિફોર્મમાં રાતના સમય સાયકલ પર પહેરો ભરી રહ્યો છે. ખાસ વાત એ છે કે તેની સાયકલ પર પોલીસની બાઈક કે જીપ્સીમાં હોય તેવી લાલ-નીલી લાઈટ અને સાયરન લાગેલી છે. પેડલ મારતો પોલીસકર્મી ભીડભાડ વાળા વિસ્તાર કે બજારમાં પહેરો ભરતો જોવા મળી રહ્યો છે. જો કે આ વીડિયો ક્યાંનો છે ક્યારનો છે તે સ્પષ્ટ નથી.

Share This Article