પાકિસ્તાની ટીકટોક સ્ટાર હવે PMની ખુરશી સુધી પહોંચી ગઈ, વીડિયો બનાવતા ટીકટોક ગર્લ સામે રોષ

admin
1 Min Read

પાકિસ્તાનની ટિકટોક સ્ટાર હરીમ શાહના એક વીડિયોએ હાલ હંગામો મચાવી દીધો છે. આ વીડિયોમાં તે પાકિસ્તાની વિદેશ મંત્રાલયમાં આંટા ફેરા કરતી નજરે પડી રહી છે એટલુ જ નહીં તે વિદેશ મંત્રાલયના કોન્ફરન્સ રુમમાં પહોંચીને વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી પર પણ બેસી જાય છે. તે વિડિયો બનાવવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના કોન્ફરન્સ રૂમમાં પહોંચી ગઈ હતી. એ પછી તેણે ઈમરાનની ખુરશી પર બેસીને વિડિયો શૂટ કર્યો હતો. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો ફરી ઈમરાન સરકારની મજાક ઉડાવી રહ્યા છે. વિડિયોમાં દેખાય છે કે, ટિકટોક ગર્લ હરીમ શાહ વિદેશ મંત્રાલયમાં મસ્તી કરતી આંટા મારતી નજરે પડી રહી છે. થોડા સમય બાદ તે ઉભી થઈ જાય છે. તે પાકિસ્તાનના પીએમ માટે જે ખુરશી રખાઈ છે ત્યાં બેસી જાય છે. જોકે પાકિસ્તાનમાં આ વિડિયોની ટીકાઓ શરૂ થયા બાદ હવે સરકારે તપાસ શરૂ કરી છે. હરીમ શાહનુ કહેવુ છે કે, વિદેશ મંત્રાલયમાં જતા પહેલા તેણે જરૂરી પરવાનગી મેળવી હતી. જો હું ખોટી હોત તો મને સુરક્ષા કર્મચારીઓએ રોકી હોત. પણ એવુ થયુ નથી. મેં કોઈ નિયમોનો ભંગ કર્યો નથી.

Share This Article