કેનેડામાં કાશ્મીર મતે પાકિસ્તાનીઓ કરી રહ્યા હતા રેલી

admin
1 Min Read

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જે કેનેડાનો હોવાનું સામે આવ્યું છે. કેનેડામાં કેટલાક પાકિસ્તાની સમર્થક કાશ્મીર માટે રેલી કરતા હતા. પરંતુ તે બધાને માટે એક ભારતીય ભારે પડી ગયો. વીડિયો પણ આ જ શખ્સે બનાવ્યો છે. કે જે હવે ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બનાવતો શખ્સ રાડો પાડતો જોવા મળી રહ્યો છે કે, કાશ્મીરને ભૂલી જાઓ, હવે પીઓકેનો વારો છે. આ વીડિયોની સત્યતા, સ્થાન અને સમય પર કોઈ જ પ્રકારે પુષ્ટિ થઈ નથી. વીડિયો વાયરલ થયો એ કેનેડાનો છે કે નહીં એ પણ કોઈ આધિકારીક પુષ્ટિ નથી થઈ પરંતુ હાલમાં લોકો ખુબ શેર કરી રહ્યા છે. જોઈને લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે પાકિસ્તાનનાં ઘેટા બકરાં માટે ભારતનો એક સિંહ જ કાફી છે. મળતા રિપોર્ટ પ્રમાણે આ વીડિયોમાં પાકિસ્તાની સમર્થક કાશ્મીર સાથે ઉભા રહેવાની વાત કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવવામાં આવી પછી પાકિસ્તાનીઓએ આ રેલી કરી હતી. પરંતુ હજુ રેલીની ઘટના કે પછી ક્યાં થઈ એની કોઈ માહિતી મળી નથી.

Share This Article