પચંમહલ : LCBએ રીક્ષામાંથી ઝડપી પાડ્યો દારૂ

admin
1 Min Read

 

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ગમે તે રીતે દારૂ લાવવામાં આવે છે, વેચવામાં આવે છે અને ખરીદવામાં પણ આવે છે. પોલીસની રેડથી બચવા માટે બૂટલેગરો તથા ગુજરાતમાં દારૂ ઘૂસાડનારા અને વેચનારા એવા એવા પ્રયાસો કરે છે કે જાણીને ચોંકી જવાય. ત્યારે પંચમહાલમાં ફરી એક વખત ઓટો રીક્ષાનાં ચોર ખાનામાં સંતાડી લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો છે. રીક્ષાની ડ્રાઇવર સીટ પેસેન્જર સીટ સ્પીકર સહિત ઘણી જગ્યાઓ પર ચોર ખાનુ બનાવીને તેમાં દારૂ સંતાડી લઇ જવાતો હોય છે. ત્યારે પંચમહાલ તાલાકુના શહેરા તાલુકાના અનિયાદ ચોકડી પાસેથી ઓટો રીક્ષામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે નાકાબંધી દરમિયાન રીક્ષામાંથી ચોરખાનુ પકડી પાડ્યું હતું. રીક્ષામાં લઇ જવાતા રૂપિયા 71400ના દારૂ સાથે 2 વ્યક્તિની એલસીબીએ ધરપકડ કરી છે. પોલીસે રીક્ષાને તપાસી તો અનેક જગ્યાએ ચોરખાના મળી આવ્યા હતા. ખુદ પોલીસ પણ આ ચોરખાના જોઈને ચોંકી ગઈ હતી. સીટથી લઈને સ્પીકર સુધીની જગ્યાઓમાં દારૂની બોટલ સંતાડવામાં આવી હતી.

Share This Article