પંચમહાલ : પૂર્વ પ્રમુખ છેલાભાઈ રાઠવાએ લગ્નમાં હજારોની ભીડ ભેગી કરી

admin
1 Min Read

કોરોના કાળમાં પંચમહાલ જિલ્લામાં વધુ એકવાર સોશ્યલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા છે પૂર્વ પ્રમુખ છેલાભાઈ રાઠવાના પુત્રના લગ્નમાં હજારો માણસોની ભીડ ભેગી કરવામાં આવી હોવાનો વિડીઓ સામે આવ્યો છે.પંચમહાલ ઘોઘંબા તાલુકાના ભાજપના નેતા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છેલાભાઈ રાઠવાના પુત્રના લગ્ન માં જોઝ ગામે હજારોની ભીડ ભેગી કરી હોવાનો વિડીઓ સામે આવ્યો છે

 

 

. પંચમહાલ જિલ્લા કલેક્ટરના જાહેર નામાનો ભંગ કરી રાજ્યની ભાજપ સરકારની ગાઈડ લાઈન ખુલ્લેઆમ ગટરમાં નાખી અને હજારોની ભીડ ભેગી કરી હતી આ વિડિઓ ગઈ કાલ રાત્રે ઉજવાંયેલ ગોતરડાની રસમ દરમ્યાન ડીજે ના તાલ સાથે નાચતી હજારોની ભીડનો છે. ત્યારે આમ જનતાએ સામાન્ય પ્રસંગ માટે પણ 50 વ્યક્તિઓ ભેગા કરવાની મંજૂરી આપવામાં આવે છે તો આવા નેતાઓના પ્રસંગમાં કોઈ મંજૂરીની જરૂર નથી. ત્યારે હવે એ જોવું રહ્યું કે તંત્ર કોઈ પગલા ભરશે કે કેમ?

Share This Article