પંચમહાલ : હાલોલ:- આમ્રપાલી સોસાયટીમાં રહેતી આધેડ મહિલાએ બીમારીથી પીડાઇને આત્મહત્યા કરી

admin
2 Min Read

હાલોલ શહેરની સોસાયટીમાં પરિવાર સાથે રહેતાં આધેડ મહિલાને થયેલી બિમારી ની સારવાર મેળવવા છતાં તેને અસહ્ય પીડામાંથી છુટકારો નહી મળતા માનસીક તણાવમાં રહેતા હતા. જ્યારે તેઓએ ગત મોડી રાત્રીના સમયે હાલોલ શહેરના મધ્યમાં આવેલ તળાવમાં પડતું મુકી જીવન ટુંકાવ્યું હતું. ત્યારે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.zપ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ ની આમ્રપાલી સોસાયટી-૨ માં પરિવાર સાથે રહેતાં અરૂણાબેન જયેશભાઈ પટેલ પાછલાં ઘણા સમયથી પેટની બિમારીથી પીડાતા હતા અને તેમની સારવાર પણ ચાલુ હતી. પરંતુ તેમની તબિયતમાં સુધારો જણાતો નહતો અને પેટમાં અસહ્ય દુખાવો રહેતા તેઓ આ પીડાથી ત્રાહિમામ પોકારી ગયા હતા

અને આ પીડાને પગલે તેઓ માનસીક તણાવમાં રહેતા હોવાનું તેમના પતીએ જણાવ્યું હતું. અને ગત રાત્રીના સમયે તકનો લાભ લઈ અરૂણાબેન ઘેરથી નિકળી ગયા હતા. વહેલી સવારે તેઓ પોતાની પથારીમાં નહી હોવાથી જયેશભાઈ દ્વારા આખા ઘરમાં તેમની શોધખોળ કરવામાં આવી હતી જે બાદ બધી જગ્યાએ તપાસ કરવા છતાં અરૂણાબેનની ભાળ મળી ન હતી. જેથી જયેશભાઈ શહેરના મધ્યમાં તળાવ કીનારે આવેલા મહાદેવ મંદિરે તપાસ કરવા ગયા ત્યારે, ત્યાં તળાવના કીનારે અરૂણાબેનના ચંપલ મળી આવ્યા હતાં જેથી કંઈક અજુગતું બન્યું હોવાની શંકાએ જયેશભાઈ દ્વારા વધુ તપાસ કરતા તળાવમાં એક મહિલાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જેથી જયેશભાઈ દ્વારા હાલોલ ફાયર ફાયટરની ટીમને જાણ કરતા તેઓ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે તે મૃતદેહ તેમના પત્નિ અરૂણાબેનનો હોવાની ખાત્રી થતાં, જયેશભાઈ એ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસ દ્વારા મૃતદેહને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Share This Article