પંચમહાલ : હાલોલ: સનફાર્મા કંપનીના સહયોગથી રસીકરણ અભિયાન રથનો આરંભ.

admin
1 Min Read

કોરોના પ્રતિરોધક રસીકરણ અભિયાનમા જિલ્લાના દરેક નાગરિક જોડાયને રસી મુકાવે તે માટે જિલ્લા તંત્ર દ્રારા ખૂબ મહત્વ પુર્ણ કામગીરી હાથ ધરવામા આવતી હોય છે. તાલુકા કક્ષાએ તથા ગ્રામિણ વિસ્તારોમા પ્રાથમિક/સામુહિક આરોગ્ય કેન્દ્રોની સાથે સાથે સામાજિક સંગઠનો, સંસ્થાઓના સહયોગથી ખાસ રસીકરણ કેમ્પ પણ હાથ ધરવામા આવે છે. ત્યારે કોરોના રસી પ્રત્યે જાગૃતિ આવે તેવા પણ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે

ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા વહીવટી તંત્રના માર્ગદર્શન અને સનફાર્મા કંપની હાલોલના સૌજન્યથી હાલોલ તાલુકાના ઓધું રસીકરણ ધરાવતા ગામમાં રસીકરણ જન જાગૃતિ અભિયાન રથ ગામમાં ફરશે અને લોકોમાં રસીકરણની ગેર માન્યતાઓ દૂર કરવા પ્રયત્ન કરશે જ્યારે આ રથનું પ્રસ્થાન રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ,ઉપ પ્રમુખ હાલોલ પ્રાંત અધિકારી, હાલોલ મામલતદાર, હાલોલ તાલુકા વિકાસ અધિકારી,સન ફાર્મા કંપનીના અધિકારી પ્રતીકભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article