પંચમહાલ : શહેરા પાસેના પાંગળી માતાના મંદિરે પોલીસે માસ્ક નહી પહેરનારાઓ વિરૂધ્ધ કરી કાર્યવાહી

admin
2 Min Read

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલા ધાર્મિક સ્થળો પર પોલીસે કાર્યવાહી કરી હતી.શહેરા પાસે આવેલા પાનમડેમ જવાના રસ્તા પર આવેલા પાંગળી માતાના મંદિરે શ્રધ્ધાળુઓ એકત્રિત થતા કાર્યવાહી કરવામા આવી હતી.જેમા માસ્ક નહી પહેરનારાઓને સામે પોલીસે ગાડીમાં બેસાડ્યા હતા. હાલમા કોરોનાની વિકટ પરિસ્થીતીનો સૌકોઈ અનુભવ કરી રહ્યા છે.ત્યારે શહેરા પાસે પાનમડેમ જવાના રસ્તે પાંગળી માતાનૂ પૌરાણિક મંદિર આવેલુ છે.રવિવાર હોવાને કારણે અહીના મંદિરે દર્શન કરવા તેમજ બાધા આખડી પુરી કરવા માટે ભીડ જામતી હોય છે. ત્યારે પાંગળી માતાના મંદીરે કોંઠબા પોલીસે પહોચીને કાર્યવાહી કરી હતી

.જેમા દર્શનાથે આવેલા અમૂક દર્શનાથીઓ માસ્ક નહી પહેરલા હોવાથી પોલીસે ગાડીમા બેસાડતા લોકોએ  વિરોધ નોધાવ્યો હતો.પોલીસની ગાડી ઘેરી લઈને આગળ જતાં અટકાવી હતી. પોલીસે વિરોધ થતા દંડ લેવાની કાર્યવાહી કરવામા આવતા જેમને  માસ્ક નહી પહેરેલ હતા તેમની  પાસે રૂપિયા નહી હોવાથી  દર્શનાથે આવેલ લોકોએ રડમસ ચહેરે છોડી દેવાની વિંનતી કરતા દશ્યો સર્જાયા હતા. પોલીસે માસ્ક નહી પહેરેલાઓને તમામને પોલીસ મથક ખાતે લઇ જઇ કાર્યવાહી હાથ ધરી હતી. નોધનીય છે કે આ પાંગળી માતાના મંદિર ખાતે આસપાસના ગ્રામીણ લોકોની આસ્થા જોડાયેલી છે.તેથી દર્શનાથે આવે છે.બીજી તરફ મોરવા હડફ ની  ચૂંટણી મા પોલીસ સમક્ષ કોરોના નિયમોનું પાલન ન થતું હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામા  આવી ના હતી. જ્યારે ધાર્મિક સ્થળે દર્શનાથે આવતા દર્શનાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીને લઇને રોષ જોવા મળતો હતો

Share This Article