પંચમહાલ-ભર ઉનાળે સંભાલી ગામે પાણીની સમસ્યા

admin
1 Min Read

પંચમહાલ જિલ્લાના શહેરા તાલૂકાના સંભાલી ગામે પાણીની સમસ્યા.શહેરા ના સંભાલી ગામ ખાતે પાણીની સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે.શહેરા તાલુકાના સંભાલી ગામ ખાતે પીવાના પાણીની સમસ્યા હોવાથી મહિલાઓને પાણી ભરવા માટે આમતેમ ભટકવા નો વારો આવ્યો છે. કૂવા અને હેન્ડ પંપમાં પાણીના સ્તર ઉંડા જતા અમુક હેન્ડ પંપ મા પાણી થોડીવાર આવ્યા પછી પાણી બંધ થઈ જતા ભારે હાલાકી વેઠવી પડતી હોય છે. પાણી સમસ્યાને લઈને મહિલાઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરનાર હોવાનું જાણવા મળ્યું હતુ.

ગામમાં પાણી સમસ્યા હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ ગંભીરતાથી લેવામાં આવી રહી સાથે બંધ પડેલા હેડ પંપ માફ પાણી ફરી આવે તે માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી ન હતી. ગામના તળાવ ખાલીખમ જોવા મળતા પશુપાલકોને પણ પશુઓને પાણી પીવડાવવા માટે દૂર સુધી જવું પડતું હોવાથી પશુપાલકો પણ સંબંધિત તંત્ર થી ભારે નારાજ છે.

Share This Article