આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટમાં પંતને પડતો મુકાયો

admin
1 Min Read

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બુધવારથી વિશાખાપટ્ટનમ ખાતે 3 ટેસ્ટ મેચની સિરીઝ શરુ થવા જઈ રહી છે ત્યારે આ ટેસ્ટ સિરીઝમાં પંતને પડતો મુકવામાં આવ્યો છે. અને તેના સ્થાને રિદ્ધીમાન સાહાને ટીમમાં સ્થાના આપવામાં આવ્યું છે. આ અંગે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ મેચ અગાઉ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મારા મત મુજબ સાહા વર્લ્ડનો બેસ્ટ વિકેટકિપર છે. તેને જ્યારે જયારે રમવાની તક મળી છે ત્યારે ત્યારે તેણે ટીમ માટે યોગદાન આપ્યું છે. તે ઈજાના કારણે ટીમથી દૂર હતો પરંતુ અમને વિશ્વાસ છે કે તે બુધવારથી શરુ થનારી મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. જણાવી દઈએ કે સાહા પોતાના કરિયરની છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2018માં કેપ્ટાઉન ખાતે રમ્યો હતો. જે બાદ તેને ઈજા થઈ હતી જેના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. મહત્વનું છે કે તેની ગેરહાજરીમાં પંતે 11 ટેસ્ટ મેચમાં વિકેટ કિપર તરીકે ફરજ નિભાવી હતી. પરંતુ પંત પોતાને મળેલી તકનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો જેના કારણે સાહાને ટીમમાં ફરી સ્થાન આપવામાં આવ્ચું છે.

 
Share This Article