ઝાડ પરથી નારિયેળ તોડી પોપટે આ રીતે પીધું પાણી, જુુઓ વિડિયો

admin
1 Min Read

અત્યારે આઈએફએસ, આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને તેઓ ઘણા પ્રકારના મનોરંજક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા જોવા મળે છે. આ વીડિયો મોટાભાગે પશુ-પક્ષીઓના હોય છે અને જેમાં કેટલાક આશ્ચર્યજનક વીડિયો પણ હોય છે.

(File Pic)

ત્યારે આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ આવો જ એક વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં એક પોપટ નજરે પડી રહ્યો છે, જોકે આશ્ચર્યની વાત એ છે કે આ પોપટ નારીયેળીના ઝાડ પર બેસીને ખૂબ સરસ રીતે નારીયેળ તોડીને તેમાંથી પાણી પીતો નજરે પડી રહ્યો છે.

આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ આ વીડિયો શેર કરતા લખ્યુ છે કે, નારીયેળ પાણી પીવાનું કોને ના ગમે. નારીયેળ પાણી સ્વાદિષ્ટ હોય છે, તેમજ પાચનક્રિયા માટે પણ શ્રેષ્ટ માનવામાં આવે છે. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે તેમજ તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી ઘણા લોકો નિહાળી ચુક્યા છે અને તેને શેર પણ કરી રહ્યા છે.

Share This Article