અમીરગઢમાં દેશભક્તનું ભવ્ય સ્વાગત

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ના ડાભેલા ગામનો યુવાન પાછલા સત્તર વર્ષથી આર્મીમાં ફરજ બજાવ્યા બાદ નિવૃત થતા અમીરગઢ ખાતે ગ્રામ જનો તથા દેશભક્તો દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. આર્મી જવાન  પોતાના વતન અમીરગઢ  ખાતે પહોંચતા દેશભક્તો દ્વારા ફૂલ હાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ..તેમજ “વંદે માતરમ” “ભારત માતાકી જય” ના ચારે તરફ  દેશભક્તિ ના નારા  ગુંજી ઉઠયા હતા..તથા દેશના સિપાહી નું ભવ્ય સ્વાગત બાદ ભવ્ય રેલી યોજાઈ હતી જેમાં દરેક દેશભક્તો આર્મી જવાન નું ફૂંલ હાર દ્વારા  ભવ્ય સન્માન કરીને વિવિધતા મા એકતા નું  દર્શન પણ કરાવ્યા હતા.તેમજ નિવૃત જવાન દ્વારા દેશના યુવાનો વધુ મા વધુ દેશની સેવા માટે જોડાય તેવું જવાને જણાવ્યું હતું..આમ દેશભક્તો નું સન્માન કરીને દેશભક્તો મા સહિત અમીરગઢ ની ચારે બાજુ દેશભક્તિ નો રંગ જોવા મળ્યો હતો.

Share This Article