Connect with us

વર્લ્ડ

પયગંબર કાર્ટૂન વિવાદ : ઈસ્લામને લઈ ફરી ફ્રાંસના રાષ્ટ્રપતિએ આપ્યું મોટું નિવેદન

Chintan Mistry

Published

on

ફ્રાંસમાં પયગંબર કાર્ટૂન વિવાદ બાદ દુનિયાના વિવિધ ઈસ્લામિક દેશોમાં ફ્રાંસ તેમજ ફ્રાંસના રાષ્ટ્રપતિનો ભારે વિરોધ થઈ રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં મુસ્લિમ સંગઠનો દ્વારા ફ્રાંસનો જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. પયગંબર કાર્ટૂન વિવાદ બાદ ફ્રાંસમાં બે હુમલા પણ થયા હતા જેમાં કેટલાક લોકોના મોત નિપજ્યા હતા.

ત્યારે આ બધાની વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રોંનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, તેઓ મુસ્લિમોની ભાવનાઓને સમજે છે પરંતુ કટ્ટર ઈસ્લામ તમામ માટે ખતરો છે.

કતારની ન્યૂઝ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યુ કે, દેશ મુસ્લિમોની લાગણીઓને સમજે છે, પરંતુ કટ્ટર ઇસ્લામ તમામ લોકો માટે ખતરો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મુજબ તેઓ મુસલમાનોની લાગણીઓને સમજે છે જેઓને પેયગંબરના કાર્ટૂન દેખાડવા પર ઝટકો લાગ્યો, પરંતુ જે કટ્ટર ઇસ્લામ સામે તેઓ લડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે બધા માટે, ખાસ કરીને મુસલમાનો માટે સૌથી મોટો ખતરો છે. તેમણે એ પણ જણાવ્યું કે, પોતાના દેશમાં બોલવા, લખવા-વિચારવા તેમજ ચિત્ર દોરવાની સ્વતંત્રતાનો હંમેશા બચાવ કરતા રહેશે. તેમણે લોકોને શાંતિને પ્રોત્સાહન આપવા અને અધિકારોની રક્ષા કરવા પણ વાત કરી હતી.

અજબ-ગજબ

લો બોલો… ગર્લફ્રેન્ડ સાથે બ્રેક અપ થતાં જ યુવકને લાગી 30 કરોડની લોટરી

Chintan Mistry

Published

on

તમે ભાગ્ય પર વિશ્વાસ કરો છો કે નહીં? જો ના કરતા હોય તો આ કિસ્સો વાંચીને જરુર કરતા થઈ જશો.. ભાગ્ય ક્યારે બદલાઈ જાય,તેની કોઈને ખબર હોતી નથી. તેનું લેટેસ્ટ ઉદાહરણ દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગ શહેરમાં જોવા મળ્યું છે, જ્યાં એક વ્યક્તિની ગર્લફ્રેન્ડ તેની છોડીને જતી રહી, તેના કારણે યુવક આખા દિવસો પરેશાન રહ્યો, પરંતુ એ જ દિવસે પ્રેમીની કિસ્મત બદલાઈ અને એ કરોડપતિ બની ગયો. પ્રેમી યુવકને ખુદને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ મુશ્કેલ સમયમાં અચાનક આટલી મોટી ખુશી મળી જશે.

15મી જાન્યુઆરીએ જોન નામના યુવકનો બ્રેક અપ થયો હતો, એ પોતાની ગર્લફેન્ડ સાથે લાંબા સમયથી લિવ-ઈનમાં રહેતો હતો. અચાનક પ્રેમિકા પોતાના પ્રેમીને છોડીને જતી રહે, જેના કારણે યુવકનો મૂડ બગડી ગયો હતો. હવે શું કરવું તેની કંઈ સમજ પડતી ન હોવાથી યુવકે પોતાની લોટરીની ટિકિટ ચેક કરી, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે 3 મિલિયન પાઉન્ડની લોટરી જીતી ગયો છે.

ભારતના હિસાબે જોઈએ આ રકમ 30 કરોડ જેટલી થાય છે. યુવક બાદમાં તરત બાથરુમ ગયો, લાંબા સમય સુધી ઠંડા પાણીથી સ્નાન કરતો રહ્યો. ફરી વિશ્વાસ ન થતાં લોટરીની ટિકિટ ચેક કરી તો પાક્કો ભરોસો થયો કે તેના સપના સાકાર થશે, કેમકે મોટો જેકપોટ લાગ્યો છે. મીડિયા સાથે વાતચીતમાં કરતા જોને કહ્યું કે હજુ મને વિશ્વાસ થતો નથી કે મારે આટલી મોટી લોટરી લાગી છે. એક બ્રેકઅપ થવાથી હું પરેશાન હતો પરંતુ હવે તમામ મુશ્કેલી દૂર થઈ જશે.

Continue Reading

વર્લ્ડ

દુનિયા સમક્ષ ચીને ઉભુ કર્યું વધુ એક સંકટ….હવે ચીનમાં ફેલાયો સ્વાઇન ફિવર

Chintan Mistry

Published

on

2020માં કોરોના વાયરસ અને પછી કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો હજુ ટળ્યો નથી ત્યાં ચીનમાં એક નવી બીમારી ફેલાઇ રહી છે. આ બીમારીનું નામ સ્વાઇન ફિવર બતાવવામાં આવી રહ્યું છે. સ્વાઇન ફિવરથી ચીનમાં 1000થી વધારે ભૂંડ સંક્રમિત છે. ચીન દુનિયામાં સુઅર એટલેકે ભૂંડના માંસનો સૌથી મોટો વિક્રેતા છે.

આવામાં આ બીમારીના ફેલાવાથી મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્વાઇન ફિવર આફ્રિકન સ્વાઇન ફિવરનું નવું રુપ છે. જે ચીનમાં જોવા મળી રહ્યું છે. આ ફિવરે ચીનના સુઅરોને સંક્રમિત કર્યા છે. ચીનની ચોથી સૌથી મોટી સુઅરના માંસની વિક્રેતા કંપની ન્યૂ હોપ લિઉહીનું કહેવું છે કે તેમની પાસે 1000 સુઅરોમાં આફ્રિકન સ્વાઇન ફિવરના બે નવા સ્ટ્રેન મળ્યા છે. સ્વાઇન ફિવરના કારણે સુઅર ઘણા જાડા થઈ રહ્યા છે. એક અગ્રણી ન્યુઝ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે કંપનીના ચીફ સાયન્સ ઓફિસર યાન ઝિચુને કહ્યું છે કે આફ્રિકન સ્વાઇન ફિવરના સ્ટ્રેનથી સંક્રમિત સુઅર મરી રહ્યા નથી. આ એ પ્રકારનો ફિવર નથી જે 2018 અને 2019માં ચીનમાં ફેલાયો હતો. તેમના મે સ્વાઇન ફિવરના કારણે સુઅરના જે બચ્ચા જન્મી રહ્યા છે તે ઘણા નબળા જન્મે છે. આ ફિવરના કારણે હાલ ચીનમાં ભારે હાહાકાર મચ્યો છે.

Continue Reading

વર્લ્ડ

2 મહિના કરતા વધુ સમયથી ગાયબ જેક મા આવ્યા દુનિયા સમક્ષ….વીડિયો દ્વારા કહી આ વાત…

Chintan Mistry

Published

on

ચીનની પ્રમુખ કંપની અલીબાબાના સ્થાપક જેક મા એ ત્રણ મહિના સુધી ગુમ રહ્યા બાદ બુધવારે અચાનક દુનિયા સમક્ષ આવીને સૌને ચોંકાવી દીધા હતા. તેઓ એક વીડિયો કોન્ફ્રેન્સમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. ત્રણ મહિના સુધી તેમનું ગાયબ રહેવુ ચીનની સરકાર માટે મોટી સમસ્યા બની ગયુ હતું. કારણ કે વિશ્વભરના દેશો ચીની સરકાર પર જેક માને ગાયબ કરવાના આક્ષેપ લગાવી રહ્યા હતા.

જૈક મા ગત નવેમ્બરથી કોઇપણ સાર્વજનિક ઇવેન્ટ અથવા ટીવી શોમાં જોવા મળ્યા નહી, ત્યારબાદ તેમના ગાયબ થયાના સમાચાર સામે આવવા લાગ્યા. ચીની મીડિયા ધ એશિયા ટાઇમ્સે કહ્યું હતું કે જૈક મા સરકારી એજન્સીઓની દેખરેખમાં છે. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેલીએ કહ્યું હતું કે જૈક માને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. કદાચ તમને ધરપકડ કરી લેવામાં આવી છે કે પછી તેમને નજર કેદ કરવામાં આવ્યા છે.

ચીનના લોકપ્રિય બિઝનેસમેન જેક માએ બુધવારે એક વાર્ષિક કાર્યક્રમમાં ગ્રામીણ શિક્ષકોને વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા સંબોધિત કર્યા હતા. જોકે આ દરમિયાન તેમણે પોતાના વર્તમાન સ્થળ કે લોકેશનનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. જેક માનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે, પરંતુ એ વિશે કોઇ માહિતી નથી કે તેઓ હાલમાં ક્યાં છે.

Continue Reading
બજેટ 20211 hour ago

બજેટ 2021 : 20થી વધુ પ્રોડક્ટ્સની કસ્ટમ ડ્યૂટીમાં મૂકાશે કાપ

નેશનલ2 hours ago

કોરોનાને લઈ નવી ગાઈડલાઈન જાહેર : હવેથી સિનેમાઘરોમાં 50 ટકાથી વધુ પ્રશંસકો બેસી શકશે

ગુજરાત3 hours ago

ક્યાં છે ગુજરાતમાં દારુબંધી? હોમગાર્ડના જવાનો જ દારુની મસ્તીમાં ટૂન થઈ કરી રહ્યા છે પાર્ટી

એન્ટરટેનમેન્ટ3 hours ago

વિવાદાસ્પદ વેબ સિરીઝ તાંડવના મેકર્સ-કલાકારોને સુપ્રીમ તરફથી મોટો ઝટકો

ગુજરાત8 hours ago

ગુજરાતમાં હજી ઠંડી મચાવશે કહેર

અમદાવાદ10 hours ago

ધો-9 અને 11ના વર્ગોને લઈ મહત્વનો નિર્ણય

નેશનલ10 hours ago

દિલ્હીમાં હિંસક પ્રદર્શનને જોતા પેરા મિલ્ટ્રી ફોર્સની વધુ 15 ટુકડીઓ તૈનાત કરાઈ

જાણવા જેવું1 day ago

દેશભક્તિનાં જોશથી ભરી દેશે તમને આ ‘વંદે માતરમ’ ગીત, આ જાણીતા ગુજરાતી કલાકારો છે સામેલ!

ગેજેટ3 weeks ago

વ્હોટ્સએપ 15થી વધારે ઈન્ફોર્મેશન અને ડેટા કરે છે કલેક્ટ

ગેજેટ3 weeks ago

Accept કરો નહી તો Whatsapp એકાઉન્ટ ડીલીટ થઈ જશે

વર્લ્ડ3 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો વધતા આ દેશમાં લગાવાયું લોકડાઉન….

એન્ટરટેનમેન્ટ3 weeks ago

મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ગોરખધંધો કરતા પકડાઈ સાઉથની આ હોટ એક્ટ્રેસ

નેશનલ4 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનને લઈ હડકમ્પ, ભારતે યુકેથી આવતી ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો

એન્ટરટેનમેન્ટ4 weeks ago

સુપરસ્ટાર રજનીકાંતે પોતાની બિમારીને ભગવાનની ચેતવણી ગણાવી….અને કહ્યું….

જાણવા જેવું2 weeks ago

લો બોલો…. મંદિરની બહાર ભક્તોને આશીર્વાદ આપે છે કુતરું

અમદાવાદ5 days ago

BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો આરંભ

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.