રાજ્ય સરકાર દ્વારા હાલ મગફળીની ખરીદી શરુ કરવામાં આવી છે. ત્યારે રાજકોટના ઉપલેટા ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ કરવામાં આવતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપલેટા ખાતે રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ઉપલેટાનાં માર્કેટીંગ યાર્ડ ખાતે અત્યાર સુધીમાં 8705 ક્વિન્ટલની મગફળી ખરીદી થઈ ચુકી છે અને 26958 મગફળી કુલ ગુણી જોખાણી છે. તો 9043 ખેડૂતો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા. રોજ માર્કેટયાર્ડમાં ખેડુતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવે છે. આંકડા મુજબ ઉપલેટા પંથકમાં રોજની સાત હજાર ગુણીની આવક થઈ રહી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -