રાજ્યમાં ચોમાસાની ગતિવિધિ ઓછી થતાં લોકોને થયો ગરમીનો અનુભવ

admin
1 Min Read

ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો વધતાં લોકોએ ગરમીનો અનુભવ કરવો પડી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં તાપમાનનો પારો વધતા લોકોને બપોરના સમયે ધોમધગતા તાપનો અહેસાસ થવા લાગ્યો છે.

ગરમીની સાથો સાથ ભેજ પણ હોવાથી સાંજના સમયે લોકોને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ શહેરોમાં 32થી 35 ડિગ્રી વચ્ચે તાપમાન રહે તેવુ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે. અમદાવાદ શહેરમાં શનિવારે બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.

જ્યારે વડોદરામાં પણ તાપમાનનો પારો 36 ડિગ્રીએ પહોંચી ગયો હતો. તો ગાંધીનગરમાં 36 ડિગ્રી, રાજકોટમાં 35 ડિગ્રી, સુરતમાં 34 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયુ હતું. જેના કારણે બપોરના સમયે આ શહેરોમાં લોકોને રીતસરની ગરમીનો અનુભવ થયો હતો. તો બીજીબાજુ સૌરાષ્ટ્ર પંથકના અમરેલી જિલ્લાના વિવિધ ભાગોમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેના પગલે વિવિધ ભાગમાં વરસાદ પણ વરસી રહ્યો છે.

Share This Article