વડોદરાના નવાયાર્ડમાં લોકોનુ વિરોધ પ્રદર્શન

admin
1 Min Read

31 જુલાઈએ વડોદરામાં 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને શહેરભરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટી વધવાથી કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં હતાં અને વરસાદી પાણીનો પણ ભરાવો થયો હતો. મોટાભાગના વિસ્તારોમાંથી પૂરનાં પાણી ઓસરી ગયાં છે અને વડોદરાવાસીઓનું જનજીવન ફરી પાટે આવી રહ્યું છે, પણ કેટલાક વિસ્તારોમાં હજી પણ લોકો પોતાના ઘરે જવા તૈયાર નથી. તો બીજી બાજુ વડોદરામાં લોક વિરોધનો માહોલ જોવા મળ્યો છે. રોશનનગર વિસ્તારના પૂર પીડિતો દ્દવારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પૂર પીડિતો રોડ પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે. પૂર પીડિતોનું કહેવું છે કે પૂર બાદ કોઈ સહાય કે સરકારી સર્વે ન કરતા અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. 200થી વધુ લોકો રસ્તા પર ઉતારી વિરોધ કરી રહ્યા છે. તેઓએ સરકારનું પુતળું બાળી વિરોધ નોંધાવ્યો છે.

Share This Article