આયુષ્માન વોઈસ મોડ્યુલેશન માટે પરફેક્ટ પસંદ

admin
1 Min Read

નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાતમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનું પુરસ્કાર જીત્યા પછી આયુષ્માન ખુરાના તેના આગામી ફિલ્મ ડ્રીમ ગર્લને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં આયુષ્માન ખુરાના ક્યારેક દ્રોપદી તો ક્યારેક સીતાના રોલમાં જોવા મળી રહ્યો છે. આયુષ્માનને તેના ફિમેલ અવાજમાં વાત કરતા જોયા પછી દર્શકોને ફિલ્મ જોવાની આતુરતા જાગી છે. આ રોલના કારણે આયુષ્માન ફરી દર્શકોનું આકર્ષણ બન્યો છે જો કે આયુષ્માનને ફિલ્મ માટે સિલેક્ટ કરવા પાછળ પણ ખાસ કારણ છે.

એકતા કપૂરના પ્રોડક્શનમાં બનેલી ડ્રીમ ગર્લ રાજ શાંડિલ્યએ ડિરેક્ટ કરી છે. જ્યારે એકતાને પૂછવામાં આવ્યું કે તેમણે આયુષ્માન ખુરાનાને ફિલ્મ માટે કેમ પસંદ કર્યા. એક્તાએ જવાબ આપતા કહ્યું કે, ‘જ્યારે રાજ શાંડિલ્યએ મને સ્ક્રિપ્ટ સંભળાવી તો હું પ્રભાવિત થઈ. હું એક માત્ર એક્ટરને ઓળખતી હતી જે અવાજ સાથે મોડ્યુલેશન કરી શકે છે અને આ કઠીન કેરેક્ટરને નિભાવી શકે તે આયુષ્માન છે.’એકતા કપૂરે કહ્યું કે, મને વિશ્વાસ હતો કે આયુષ્માન ખુરાના જ વ્યક્તિ છે જે ફિલ્મ કેટલી મોટી છે અને કોણ ડિરેક્શન કરે છે તે નથી જોતા પણ તે તેની કાર્યક્ષમતા પ્રમાણે તેનું બેસ્ટ પરફોર્મન્સ આપશે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના કોલ સેન્ટરમાં ફિમેલ વોઈસમાં વાતો કરતા જોવાની લોકોને ખુબજ મજા પડશે.

Share This Article