શુક્રવારે હાઉસફુલ 4 નું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલરને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. ટ્રેલર જોઇને લાગે છે કે ફિલ્મના નિર્દેશક ફરહાદ સમજીએ લોકોને લાફ્ટરનો ઓવરડોઝ આપવા ફિલ્મ તૈયાર કરી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને ઘણા બોલિવૂડ સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં છે. શુક્રવારે મુંબઇમાં ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, પૂજા હેગડે, કૃતિ સનન અને કૃતિ ખારબંડા ફિલ્મના ગેટઅપમાં મંચ પર પહોંચ્યા હતા. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ ફિલ્મના લગભગ 60 ટકા ભાગનું નિર્દેશન સાજિદ ખાને કર્યું છે. સાજીદ પર ‘મી ટૂ’ અભિયાન અંતર્ગત ત્રણ મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.જે પછી સાજીદ ખાને પોતાને ફિલ્મ હાઉસફુલ 4 થી દૂર કરી દીધો હતો. બાકીની ફિલ્મ ફરહાદ સમજીને સોંપવામાં આવી હતી. હાઉસફુલ 4 ફિલ્મ 25 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી, જોની લિવર અને ચંકી પાંડે પણ જોવા મળશે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -