બિહાર ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્લાન નિષ્ફળ : ઔરંગાબાદમાંથી બે IED બોમ્બ મળ્યા

admin
1 Min Read

બિહાર ચુંટણીના પ્રથમ તબક્કાની 71 બેઠકો માટે મતદાન ચાલી રહ્યુ છે. ચુંટણીને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે. ત્યારે પ્રથમ તબક્કાના મતદાનના દિવસે જ સુરક્ષાદળોએ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં નક્સલીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. સુરક્ષાદળોએ ઔરંગાબાદમાંથી બે આઈઈડી બોમ્બ જપ્ત કર્યા છે.

મળતી માહિતી મુજબ, બિહારમાં પ્રથમ તબક્કાના મતદાનને પ્રભાવિત કરવા માટે નક્સલીઓએ મોટુ ષડયંત્ર રચ્યુ હતું. જોકે તેને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવી દીધુ છે. ઔરંગાબાદના ઢિબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી CRPFને બે IED બોમ્બ મળી આવ્યા છે. CRPFની 153/D બટાલિયનને બાલૂહંજ બરંડા રોડ પર બનેલાં પુલની નીચેથી આ બે IED બોમ્બ મળી આવ્યા હતા.

આઈઈડી બોમ્બને ડિફ્યુઝ પણ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કાના મતદાન સમયે જ આઈઈડી બોમ્બ મળતા સુરક્ષાદળો અને સ્થાનિક પોલીસ પણ સતર્ક થઈ છે. જેને લઈ ઔરંગાબાદ પોલીસ અને CRPFનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સઘન તપાસ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. CRPFના જવાનો દ્વારા જિલ્લાના નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં કોમ્બિંગ અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે.

Share This Article