અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામ નજીક આવેલ નકળંગ આશ્રમ ખાતે ત્રણ દિવસ ૫૧ કુંડી વિષ્ણુયાગ તેમજ સવરા મંડપનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો તેમજ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. મળતી માહિતી મુજબ, નકળંગ આશ્રમ ખાતે આયોજિત 51 કુંડના મહાયજ્ઞનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. આદસંગ ગામે આવેલ સનાતન ધર્મ નકળંગ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં સાધુ-સંતો, મહતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નકળંગ આશ્રમ ખાતે ૫૧ કુંડનો મહાયજ્ઞ ત્રણ દિવસ યજ્ઞ બાદ વહેલી સવારથી સવરામંડપ નકળંગ ભગવાનના દર્શને માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું. તેમજ સનાતાન ધર્મના દર્શનનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી. આ પ્રસંગે ભક્તોએ પ્રસાદનો પણ લ્હાવો લીધો હતો. સવારથી દર્શન, મહાપ્રસાદ, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -