આગામી સમયમાં ઈન્ડિયન પ્રિમિયર લીગની 13મી સિઝન માટે ખિલાડીઓના નામની હરાજી 19 ડિસેમ્બરના રોજ કોલકાતા ખાતે કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર 14 નવેમ્બરથી ખિલાડીઓની ટ્રેડિંગ વિંડો બંધ થઈ જશે. જેના માટે 8 ટીમોને ટ્રેડિંગ વિંડો અંગે માહિતી આપવામાં આવી છે. જણાવી દઈએ કે ગત વર્ષે દરેક ટીમને ખિલાડીઓની પસંદગી માટે 82 કરોડ અપાયા હતા જેની સરખામણી એ આ વર્ષે તેની રકમમાં 3 કરોડનો વધારો કર્યો છે. મહત્વનું છે કે દરેક ટીમ 85 કરોડ રુપિયા ઉપરાંત ગયા વર્ષે બચાવેલી રકમનો પણ ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે દિલ્હી કેપિટલ્સે હરાજીમાં સૌથી વધ 8.2 કરોડ રુપિયા બચાવ્યા હતા. જ્યારે રોયલ ચેલેન્જર્સે સૌથી ઓછી 1.8 કરોડની રકમ બચાવી હતી. આઈપીએલમાં છેલ્લે 2018માં ખિલાડીઓની મોટી હરાજી જોવા મળી હતી. પરંતુ આ વર્ષે યોજાનાર હરાજીમાં નવા ખિલાડીઓનો સમાવેશ થઈ શકે છે. એટલે કે હરાજીમાં મોટા ભાગે નવા ખિલાડીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -