વેક્સિનના વિતરણને લઈ PM મોદીએ અધિકારીઓને આપ્યા નિર્દેશ

admin
1 Min Read

કોરોના વાયરસના સંક્રમણ તેમજ તેની વેક્સીનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. પીએમ મોદી સાથે આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને સ્વાસ્થ્ય વિભાગના તમામ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ આ બેઠકમાં અધિકારીઓને જણાવ્યું કે, કોરોના વેક્સીનના વિતરણને લઈને એક વ્યવસ્થા તૈયાર કરવાની જરુર છે જેથી ઝડપથી સમગ્ર દેશમાં કોરોના વેક્સીનને પહોંચાડી શકાય.

આપણે દેશના બધા ખુણા અને ત્યાંની પરિસ્થિતિઓને જોતા વેક્સિનને ઝડપથી પહોંચાડવી જોઈએ. પીએમ મોદીએ એ વાત પર ખાસ ભાર આપીને જણાવ્યું કે, વેક્સીનનું ડિસ્ટ્રીબ્યુશન સરળતાથી થવુ જોઈએ.

પીએમ મોદીએ બેઠકમાં કોરોનાથી બચાવની તૈયારીઓ અંગે પણ વાતચીત કરી. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી વેક્સીન ન આવે ત્યાં સુધી બે ગજનું અંતર અને માસ્ક ખૂબ જ જરુરી છે. પીએમ મોદીએ નિર્દેશ આપ્યો કે, વૈશ્વિક સમુદાયની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ પાડોસમાં આપણા પ્રયાસોને સીમિત ન કરવા જોઈએ. પીએમે કહ્યું કે, વેક્સિન વિતરણ સિસ્ટમ માટે રસી, દવાઓ અને આઈટી પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે દુનિયા સુધી પહોંચવું જોઈએ.

Share This Article