PM મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં બદલી ચાર ગાડીઓ

admin
1 Min Read

2014માં દેશની બાગડોર સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી બીએમડબ્લ્યૂ 7 સીરિઝ લક્ઝરી સેડાનમાં સફર કરતા હતા. તો 2017માં તેઓ રેન્જ રોવર સેન્ટિનલ એસયૂવીથી જ લાલ કિલ્લા પહોંચ્યા હતા અને 2018માં પણ એનો ઉપયોગ કર્યો. તો 2019ના સ્વતંત્રતાના દિવસ સમારોહમાં એમને ટોયોટા લેન્ડ ક્રૂઝરનો ઉપયોગ કર્યો. તો હવે એમની સત્તાવાર સવારી બદલાઇ ગઇ છે.તાજેતરમાં જ પાંચ નવેમ્બરે થાઇલેન્ડ પ્રવાસથી પરત પર કેટલીક ચેનલ્સ પર એમનો વીડિયો વાયરલ થયો. જેમાં એમની પાસે નવી ટોયોટા લેન્ડ ક્રૂઝરને સ્પૉટ કરવામાં આવી. ખાસ વાત એ હતી કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારહોમાં એ લેન્ડ ક્રૂઝરમાં જ આવ્યા હતા, પરંતુ 5 નવેમ્બરે એ નેક્સ્ટ જેનરેશન લેન્ડ ક્રૂઝરમાં જોવા મળ્યા. નવી પેઢી વાળી લેન્ડ ક્રૂઝરની એક્સ શોરૂમ કિંમત 1.7 કરોડ રૂપિયા છે, જ્યારે એની ઑન રોડ કિંમત આશરે બે કરોડ રૂપિયા છે. જોવામાં આ સામાન્ય લેન્ડ ક્રૂઝર જેવી લાગે છે, પરંતુ વાસ્તવમાં આ જોરદાર બુલેટપ્રુફ ગાડી છે.

Share This Article