Connect with us

અમદાવાદ

ચાંદખેડામા જુગારની રેડ કરતા પોલીસ પર હુમલો

Published

on

સાબરમતી વિસ્તારમાં આવેલા અચેરના છારાનગરમાં જુગારધામ પર દરોડો પાડવા ગયેલી ડી સ્ટાફની ટીમ પર હુમલાની ઘટના બની છે. જેમાં PSI બી.પી ભેટરીયા અને એક કોન્સ્ટેબલને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે બે જુગારીઓને ઝડપી પાડ્યા છે. સાબરમતી ડી સ્ટાફના મહિલા પીએસઆઈ બી.પી ભેટરીયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે અચેર છારાનગરમાં કેટલાક લોકો જુગાર રમે છે જેના આધારે ટીમે દરોડો પાડયો હતો. પોલીસ આરોપીને લઈ જતી હતી ત્યારે જુગાર રમાડતા સુરેશ છારા (જાડેજા)ના માણસોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. બે જુગારીને પોલીસ પકડવામાં સફળ થઈ હતી. 10થી 15 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. PSI અને કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઝોન 2 ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે પોલીસ પર હુમલો કરનાર લોકો સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

અમદાવાદ

ફિલ્મ “હિન્દુત્વ ચેપ્ટર વન – મૈં હિન્દુ હૂં”ના ટ્રેલરે મચાવ્યો હંગામો, દર્શકો 7 ઓક્ટોબરની જોઇ રહ્યાં છે રાહ

Published

on

By

કરણ રાજદાન દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત બહુચર્ચિત ફિલ્મ “હિન્દુત્વ તેપ્ટર વન – મૈં હિન્દુ હૂં” 7 ઓક્ટોબર, 2022ના રોજ રીલિઝ થવા માટે પૂરી રીતે તૈયાર છે. ફિલ્મના ટ્રેલરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેલરને એક જ દિવસમાં મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે, તો બીજી તરફ ફિલ્મનું દમદાર ટાઇટલ સોન્ગ હિન્દુત્વ હૈ ખૂબ જ પોપ્યુલર થઇ રહ્યું છે. જી મ્યુઝીક પરથી રિલીઝ આ ગીતને અત્યાર સુઘી 6 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યાં છે.

ફિલ્મ “હિન્દુત્વ”ના પ્રમોશનને લઇને સમગ્ર ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેતા આશીષ શર્મા, અભિનેત્રી સોનારિકા ભાદૌરિયા અને અંકિત રાજે પ્રોમોશનલ એક્ટિવિટી માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ્રગુણભારતના સચિન ચૌધરી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તમામે મીડિયા સાથે ખુલ્લા મને વાતચીત કરી અને આ ફિલ્મના સબ્જેક્ટ, વાર્તા અને સંગીતને લઇને પોતાની લાગણીઓ અને અનુભવો વહેંચ્યા હતા.

ફિલ્મના પ્રોડ્યુસર સચિન ચૌધરીએ જણાવ્યું કે અમને દર્શકો પર વિશ્વાસ છે કે લોકો “હિન્દુત્વ” જોવા જરૂર જશે. તેના ટ્રેલર અને ટાઇટલ ગીત બાદ લોકોમાં વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે. હિન્દુત્વ એટલો ઉંડો વિષય છે કે બે-અઢી કલાકની ફિલ્મમાં તેને સમાવી શકાય નહી, તેથી તેનું નામ “હિન્દુત્વ ચેપ્ટર વન – મૈં હિન્દુ હૂં” રાખવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં જ તેનો પાર્ટ 2 પણ આવશે.

આગામી ફિલ્મ “હિન્દુત્વ” પોતાના ટાઇટલને લઇને ચર્ચાંમાં રહી છે. અનૂપ જલોટાએ હિન્દુત્વમાં ન માત્ર એક ભજન ગાયુ છે, પરંતુ એક્ટિંગ પણ કરી છે. જયકારા ફિલ્મ્સ અને પ્રગુણભારત દ્વારા નિર્મિત આ ફિલ્મ કરણ રાજદાન દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત છે. ફિલ્મમાં આશીષ શર્મા, સોનારિકા ભદૌરિયા, અંકિત રાજ, ગોવિંદ નામદેવ, દીપિકા ચિખલિયા, અનૂપ જલોટા, અગસ્ચ આનંદ, સતીશ શર્મા જેવા પ્રતિભાશાળી કલાકાર છે. ફિલ્મના નિર્માતા કરણ રાજદાન, સચિન ચૌધરી, કમલેશ ગઢિયા, સુભાષ ચંદ અને જતિન્દ્ર કુમાર છે. ફિલ્મના સહ નિર્માતા સુમિત અદલખા છે.

Continue Reading

અમદાવાદ

લપકામણ પ્રાથમિક શાળામાં બાળકોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ હેતુથી બાળ સંસદ ચૂંટણી  યોજાઈ

Published

on

Children's parliament election was held in Lapkaman Primary School with the aim of making the children understand the process of democracy

 

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાની લપકામણ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી ૨૦૨૨નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા નું સંચાલન કરાયું હતું. તેમાં જાહેરનામાથી લઈને મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Children's parliament election was held in Lapkaman Primary School with the aim of making the children understand the process of democracy

સ્કૂલમાંથી જ બાળકો ચૂંટણી પ્રક્રિયા જાણે તે જ આશયથી આ શાળાના શિક્ષકોએ આ કાર્યક્રમ નું આયોજન વિશેષ પ્રકારે કરવામાં આવ્યું હતું.
બાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારો માં અને નિર્ણયો માં ભાગીદાર થાય.

Children's parliament election was held in Lapkaman Primary School with the aim of making the children understand the process of democracy

ત્યારે આજ હેતુસર લપકામણ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ હતી અને ચૂંટણી પહેલા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ચૂંટણી માટે શાળાના વિદ્યાર્થીઓએ ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. તેમજ ચૂંટણી પૂરી થતા અલગ અલગ ખાતાની ફાળવણી પણ કરવામાં આવી હતી

Continue Reading

અમદાવાદ

30% અમદાવાદીઓના લાઇસન્સ RTOએ કર્યા રદ, કારણ જાણી ચોંકી જશો!

Published

on

30% Ahmedabadis license revoked by RTO, you will be shocked to know the reason!

એ વાત કોઈથી છૂપાયેલી નથી કે ડ્રાય સ્ટેટ ગુજરાતના અમદાવાદીઓ પોતાના હાર્ડ ડ્રિંક્સ (Hard Drink)ની મજા માણવા માટે રાજસ્થાનના ગોવા, ઉદયપુર અને માઉન્ટ આબુ જેવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે, જ્યારે તેઓ દારૂ પીને વાહનો ચલાવે  છે. અમદાવાદ રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) દ્વારા પૂરી પાડવામાં આવેલા લાઇસન્સને રિજેક્ટ કરવાના આંકડાઓ જોઈએ તો 2021માં આરટીઓ દ્વારા સસ્પેન્ડ  કરવામાં આવેલા લાઇસન્સમાંથી 30 ટકા લાઇસન્સ ગોવા અને રાજસ્થાન જેવા ટૂરિઝમ હોટસ્પોટ્સમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરવા અથવા સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત અમદાવાદીઓના છે. એકવાર પકડાયા પછી તેમના લાઇસન્સ નંબર  સંબંધિત રાજ્યોમાંથી અમદાવાદની આરટીઓમાં  મોકલવામાં આવે છે.

30% Ahmedabadis license revoked by RTO, you will be shocked to know the reason!

ARTO વિનીતા યાદવે જણાવ્યું હતું કે, “કુલ સસ્પેન્ડ કરાયેલા લાઇસન્સમાંથી અમદાવાદીઓ અન્ય નિયમ ઉલ્લંઘન ઉપરાંત રાજ્યની બહાર દારૂ પીને ડ્રાઇવિંગ અને સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવામાં 20%થી 30% હિસ્સો ધરાવે છે.” પ્રાદેશિક પરિવહન અધિકારી આર. એસ. દેસાઈએ જણાવ્યું હતું કે, “અમે ગુનેગારને સાંભળ્યા બાદ છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરીએ છીએ. ગુનેગારને એક તક આપવામાં આવે છે અને જો ઉલ્લંઘન યોગ્ય કે વેલિડ હોય તો અમે તેમને છોડી દઈએ છીએ.”

Continue Reading
Uncategorized49 mins ago

મોરબી બ્રિજ અકસ્માતમાં પીડિતોને મળશે રાહત, ઓરેવા ગ્રુપે વચગાળાના વળતરના જમા કરાવ્યા આટલા ટકા રકમ

Uncategorized1 hour ago

આજે જોડાશે અગ્નિવીરની પ્રથમ બેચ નેવીમાં, INS ચિલ્કા ખાતે યોજાશે પાસિંગ આઉટ પરેડ

Uncategorized1 hour ago

અષ્ટમીના દિવસે કરવામાં આવે છે માતા મહાગૌરીની પૂજા, જાણો કેવી રીતે પડ્યું માતાનું આ નામ?

Uncategorized17 hours ago

દિલ્હીથી ઉત્તરાખંડ જતા માર્ગમાં આ વચ્ચે આવે છે 6 સ્વર્ગ જેવી જગ્યાઓ , નજીકથી જોવું હોય તો જાવ જલ્દી

Uncategorized17 hours ago

નેવીએ કોલકાતાથી 7,500 કિમી લાંબી કાર રેલી શરૂ કરી, નેવી ચીફે લીલી ઝંડી બતાવી

Uncategorized17 hours ago

EDને સુપ્રીમ કોર્ટનો ફટકો, બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી

Uncategorized17 hours ago

ગૂગલ મેપ્સમાં યુઝર્સ માટે ઉમેરાયેલું આ નવું ફીચર તમારા માટે ઉપયોગી થશે

Uncategorized18 hours ago

સરકારી અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી અંગે 6 મહિનામાં નિર્ણય કરોઃ કર્ણાટક હાઈકોર્ટ

Uncategorized4 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

નેશનલ3 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

સરકારી કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો, 4 કલાકની હડતાળ બાદ સરકાર ઝૂકી

Uncategorized4 weeks ago

ઈસરોને મોટી સફળતા મળી, ચંદ્રયાન-3નું ક્રાયોજેનિક એન્જિનનું કર્યું પરીક્ષણ સફળ

Uncategorized4 weeks ago

કર્ણાટકમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો; છેલ્લા 2 મહિનામાં આવી ચોથી ઘટના

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

Trending