નાગિન 4માં જોવા મળી શકે છે પૂજા બેનર્જી

admin
1 Min Read

કલર્સ ટીવીનો સૌથી લોકપ્રિય શો નાગિન સિઝન ચાર આવી રહી છે. એકતા કપૂરની નાગિન ફ્રેન્ચાઇઝની ત્રણ સિઝન ટીઆરપીની યાદીમાં જોરદાર એન્ટ્રી કરી ચુકી હતી. આવી સ્થિતિમાં નાગિન 3ના અંત સાથે એકતા કપૂરે ચોથી સિઝન તરફ પણ સંકેત આપ્યા હતા.

એકતા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર આ સિરીયલનું ટીઝર શેર કરતી વખતે લખ્યું છે કે આજે બિગ બૉસ અને ખૂબ જલ્દીથી નાગિન 4 પણ આવશે, પણ આ નાગિન 4માં નાગિન કોણ હશે તે અંગે હજી સુધી કોઇ ખુલાસો થયો નથી,નાગિનના રોલ માટે ઘણી અભિનેત્રીઓના નામની ચર્ચા ચાલી રહી છે, તેમા  જાણીતી અભિનેત્રી પૂજા બેનર્જીનું નામ આ યાદીમાં ટોચ પર છે. જોકે પૂજા બેનર્જીએ હજી આ સિરીયલ પર સહી કરી નથી.

પરંતુ નાગિન 4 માટે તે એક મજબૂત દાવેદાર માનવામાં આવે છે.નાગિનની દરેક એક સિઝન શરૂઆતથી જ ટીઆરપીની યાદીમાં ધમાલ મચાવે છે. આવી સ્થિતિમાં એકતા પ્રેક્ષકોની દરેક અપેક્ષાને પહોંચી વળવા ઉગ્રતાથી તૈયારી કરી રહી છે. એકતા કપૂર ઇચ્છે છે કે નાગિન 4 દર સિઝનની જેમ દર્શકોના મનમાં કાયમી સ્થાયી થઇ જાય.

Share This Article