પોરબંદર : રાણાવાવમાં નગરપાલિકા દ્વારા રેલી કાઢવામાં આવી

admin
1 Min Read

રાણાવાવ શહેર ખાતે 150મી ગાંધીજયંતી નિમિત્તે રાણાવાવ  નગરપાલિકા દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. જેમાં રાણાવાવ શહેરના નગરપાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તેમજ અધ્યક્ષ, ચીફ ઓફિસર અને તમામ પાલિકા સભ્યો રાણાવાવ  શહેરને જાતે સફાઈ કરી અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમજ રાણાવાવ વિસ્તારને સ્વચ્છ રાખવા તમામ નગરજનોને સાથ સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી હતી. આજના દિવસે આપણે સર્વે એક સપંત લઈએ કે આપણા ઘર આપણા શહેર તેમજ આપણો દેશ સ્વચ્છ રાખીશું. તેમજ પ્લાસ્ટિક મુક્ત રાખીશું. દેશ તેમજ શહેરના પર્યાવરણને બચાવીશું. તેમજ પાણીનો ગેર ઉપયોગ ન કરીશુ કે ન થવા દેશુ. તેમજ પાણીનો બચાવ કરીશું. આજ રોજ તમામે આવા શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં રાણાવાવ  નગરપાલિકા તેમજ શાળાઓ, નગરજનો, સ્કૂલના બાળકો પણ જોડાયા હતા.

Share This Article