નીલ નીતિન મુકેશ સ્ટારર ફિલ્મ ‘બાયપાસ રોડ’ 1 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ તેના હોમ પ્રોડક્શનની પહેલી ફિલ્મ છે જેને ખુદ નીલ નીતિને લખી છે. એટલે આ ફિલ્મનો એક્ટર, રાઇટર અને પ્રોડ્યૂસર નીલ નીતિન છે. આ ફિલ્મને તેના ભાઈ નમન નીતિન મુકેશે ડિરેક્ટ કરી છે અને આ તેની ડેબ્યુ ફિલ્મ છે. આ થ્રિલર ડ્રામા ફિલ્મની રિલીઝ ડેટ નવા પોસ્ટર સાથે રિલીઝ કરાઈ છે……ફિલ્મ વિક્રમ નામના વ્યક્તિની છે જે ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોય છે. નીલ વિક્રમના રોલમાં છે. તેની લાઈફમાં અમુક ઘટનાઓ આકાર લે છે અને તે એક મર્ડર મિસ્ટ્રીમાં ઇન્વોલ્વ થઇ જાય છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અદા શર્મા, સુધાંશુ પાંડે, રજિત કપૂર, શમા સિકંદર અને ગુલ પનાગ સામેલ છે….
વાત કરીએ નીલ નીતિન મુકેશની તો નીલ બાહુબલી સ્ટાર્ર પ્રભાસ અને શ્રદ્ધા સાથે ફિલ્મ સાહોમાં જોવા મળશે……ફિલ્મ સાહો 30 ઓગસ્ટના રિલીઝ થશે….થાડા સમય પહેલા ફિલ્મ નીલનો લુક રિલીઝ કરવામાં આવ્યો હતો….