Connect with us

ગુજરાત

પીએમ મોદીની વાત અને કામની પ્રશંસા કરો, કોંગ્રેસના નેતા શશી થરુરનું ટ્વિટ…..

Published

on

– કોંગ્રેસના વરીષ્ઠ નેતા શશી થરુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામની વધુ એક વખત પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યુ કે, વડાપ્રધાન મોદી જો સારુ કામ કરે છે તો તેમની પ્રશંસા થવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યુ કે, આનાથી જ્યારે વડાપ્રધાન મોદી ભૂલ કરશે તો અમારી ટીકાને વિશ્વસનિયતા મળશે. થરુરનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે કોંગ્રેસના બે મોટા નેતાઓએ વડાપ્રધાન મોદીને ખલનાયક તરીકે રજુ કરવાને ખોટુ ગણાવ્યુ છે.

 

 

 

 

 

શશી થરુરે એક ટ્વિટના જવાબમાં ટ્વિટ કરી જણાવ્યુ હતું કે, જો તમે જાણો છો તો હું છ વર્ષ પહેલાથી જ એ કહી રહ્યો છું કે જ્યારે નરેન્દ્ર મોદી સારુ કહે કે સારુ કરે તો તેમની પ્રશંસા થવી જોઈએ. આનાથી જ્યારે પીએમ મોદી ખોટુ કરશે કે તેમની સરકારથી ભૂલ થશે તો આપણી ટીકાને વિશ્વસનિયતા મળશે. હું એ વાતનુ સ્વાગત કરું છું કે વિપક્ષના અન્ય નેતાઓ પણ એ વિચારને માનવા લાગ્યા છે, જે મેં પહેલા વ્યક્ત કર્યો હતો. મહત્વનું છ કે, સિનીયર કોંગ્રેસ નેતા જયરામ રમેશ બાદ, હવે અભિષેક સિંઘીએ પણ કહ્યુ હતું કે, વડાપ્રધાન મોદીને ખલનાયકની જેમ રજુ કરવા ખોટા છે અને આમ કરીને વિપક્ષ એક રીતે તેમની મદદ કરી રહ્યા છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

ઓરીનો એક દર્દી અન્ય 18 લોકોને કરી શકે છે સંક્રમિત,WHOએ જણાવ્યું કે કેટલો જીવલેણ હોઈ શકે છે આ વાયરસ

Published

on

By

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તાજેતરમાં લાખો લોકોના જીવનને જોખમમાં મૂકતા ઓરીના પ્રકોપ વિશે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે એક કેસ 12થી 18 લોકોને સંક્રમિત કરી શકે છે. આ સિઝનમાં પરિસ્થિતિ વધુ વણસી જતાં, યુએન આરોગ્ય એજન્સીએ અહેવાલ આપ્યો છે કે વાયરસનો પ્રકોપ ગયા વર્ષ જેટલો જ ગંભીર હતો.

તાજેતરના પ્રકાશનમાં, WHOએ જણાવ્યું હતું કે, 2021માં વિશ્વભરમાં અંદાજિત 9 મિલિયન કેસ અને ઓરીથી 128,000 મૃત્યુ થયા છે. ૨૨ દેશોએ મોટા અને વિક્ષેપજનક પ્રકોપનો અનુભવ કર્યો છે. 2021માં વિશ્વભરના ૨૨ દેશોએ મોટા અને વિક્ષેપકારક પ્રકોપનો અનુભવ કર્યો. આના પરિણામે અંદાજિત 9 મિલિયનથી વધુ ઓરીના કેસો અને 128,000 મૃત્યુ થયા છે.

Continue Reading

આણંદ

આણંદમાં સ્પેશ્યલ જનરલ ઓબ્ઝર્વર અને સ્પેશ્યલ પોલીસ ઓબ્ઝર્વરે બેઠક યોજી

Published

on

By

આણંદ ખાતે વિધાનસભાની ચૂંટણી અન્વયે સ્પેશ્યલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર સહિતના ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી હતી. જેમાં તેઓએ અધિકારીઓને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આણંદ સરકિટ હાઉસ ખાતે સ્પેશ્યલ જનરલ ઓબ્ઝર્વર અજય નાયક (આઈએએસ) અને સ્પેશ્યલ પોલીસ ઓબ્ઝર્વર દિપક મિશ્રા (આઈપીએસ)ના અધ્યક્ષસ્થાને જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા નિયૂકત કરવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સ્પેશ્યલ જનરલ ઓબ્ઝર્વર અજય નાયકે આણંદ જિલ્લામાં ચૂંટણી સંદર્ભે યોજાનારા મતદાન અને મતગણતરી અન્વયે હાથ ધરવાની થતી કામગીરી સબંધિત વિગતો મેળવી ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, મતદાનના દિવસે મતદાન મથકો બહાર લોકો એકઠા ન થાય તેમજ પોલીંગ બુથની અંદર લોકો મત આપતી વખતે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી ના કરે તે ઇચ્છનીય છે. આ અંગે ચૂંટણી ફરજ પરના અધિકારીઓ ખાસ ધ્યાન રાખે તે જરૂરી છે.

આ ઉપરાંત સ્પેશ્યલ પોલીસ ઓબ્ઝર્વર દિપક મિશ્રાએ મતદાન શાંતિપુર્ણ વાતાવરણમાં પુર્ણ થાય અને આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે તમામ અધિકારીઓને સાવચેત રહીને કાર્ય કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.એસ.ગઢવીએ આણંદ જિલ્લામાં હાથ ધરાનાર ચૂંટણી સંદર્ભે ઉપસ્થિત સ્પેશ્યલી ઓબ્ઝર્વરને માહિતગાર કરતાં જણાવ્યું હતુ કે, વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આણંદ જિલ્લાની 7 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. આ ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમ જણાવી તેમણે જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત વિગતો રજુ કરી હતી.

Continue Reading

આણંદ

આણંદ જિલ્લામાં માઇક્રો ઓબ્ઝર્વરની એક દિવસીય તાલીમ યોજાઇ

Published

on

By

આણંદ જિલ્લાની વિધાનસભા બેઠકો માટે 5મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. તે અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભા મતદાર વિભાગોના બુથ મથકો માટે જરૂરિયાત મુજબના વિવિધ સંસ્થાઓના લગભગ 255 અધિકારીઓની માઇક્રો ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ તમામ માઇક્રો ઓબ્ઝર્વરની આણંદની ડી. એન. હાઇસ્કૂલ ખાતે પ્રથમ એક દિવસીય તાલીમ યોજાઇ હતી.

આણંદ જિલ્લા માટે નિયૂકત કરવામાં આવેલા જનરલ ઓબ્સર્વર નિધિ નિવેદિતાએ માઇક્રો ઓબ્ઝર્વરની ફરજ પર પ્રથમ વખત નિમણૂક પામેલા અધિકારિઓને માર્ગદર્શક સૂચનો કરી પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ. જ્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી.એસ.ગઢવીએ તાલીમમાં ઉપસ્થિત દરેક માઇક્રો ઓબ્ઝર્વરને શુભેચ્છા પાઠવી હતી. દરેકને પોતાની જવાબદારીઓ અને ફરજો નિભાવવાની સાથે સાથે આ લોકશાહીના અવસરમાં સહભાગી બનવાની તક મળી છે તેનો ગર્વ લેવા જણાવ્યુ હતુ. વધુમાં તેમણે મતદાન પ્રક્રિયા, મતદાન મથકની નાનામાં નાની બાબતો અને વ્યવસ્થાનું ધ્યાન રાખવા તથા મતદાનના દિવસે તમામ ઓબ્ઝર્વરનું આરોગ્ય જળવાય રહે તે માટે જરૂરી તકેદારી રાખવા જણાવ્યું હતુ.

આ તાલીમ કાર્યક્રમમા માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂંક, તેમને નિભાવવાની થતી જવાબદારીઓ, તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતી ફરજો, મતદાનના દિવસે રજુ કરવાનો થતો સંપૂર્ણ દિવસની કાર્યપ્રણાલીનો અહેવાલ, પોલીંગ સ્ટેશનની આંતરીક તેમજ બાહ્ય વ્યવસ્થા, ઇવીએમ અને વીવીપેટ, મોક પોલ, પોલિંગ ટીમ, પોલીંગ એજન્ટ અને સુરક્ષા વિષયક બાબતોનું ધ્યાન રાખવા, મતદાન સબંધિત તમામ આચારસંહિતાનું અચૂક પાલન થાય તે જોવા વગેરે જેવી બાબતો માટે ડીસ્ટ્રીક્ટ લેવલ માસ્ટર ટ્રેનર અને નાયબ પશુપાલન નિયામક ડો.સ્નેહલ પટેલ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન આપી વિસ્તૃત સમજણ પુરી પાડવામા આવી હતી.

આ તાલીમના પ્રારંભમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી લલિત પટેલે તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને તેમને મુંઝવતા પ્રશ્નોનો જવાબ આપી મતદાન સમયે કોઇપણ મુશ્કેલી ઉભી થાય તો તુરંત સંબંધીત આર.ઓ. નો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમની શરૂઆતમા નોડલ ઓફિસર તાલીમ અને પ્રાચાર્ય ડાયટએ સ્વાગત કર્યું હતું.

Continue Reading
ગુજરાત6 hours ago

ઓરીનો એક દર્દી અન્ય 18 લોકોને કરી શકે છે સંક્રમિત,WHOએ જણાવ્યું કે કેટલો જીવલેણ હોઈ શકે છે આ વાયરસ

આણંદ20 hours ago

આણંદમાં સ્પેશ્યલ જનરલ ઓબ્ઝર્વર અને સ્પેશ્યલ પોલીસ ઓબ્ઝર્વરે બેઠક યોજી

આણંદ20 hours ago

આણંદ જિલ્લામાં માઇક્રો ઓબ્ઝર્વરની એક દિવસીય તાલીમ યોજાઇ

આણંદ20 hours ago

આણંદની સાત બેઠકો પર 17.66 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

નર્મદા20 hours ago

રાજપીપળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાનારા રોડ શો સંદર્ભે “નો ફ્લાય ઝોન” જાહેર કરાયો

નર્મદા20 hours ago

નાંદોદ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખેલાશે જંગ

નર્મદા21 hours ago

નર્મદા જિલ્લામાં 98 મતદારોએ બેલેટ પેપરથી નિવાસ સ્થાને જ મતદાન કર્યું

પંચમહાલ21 hours ago

પંચમહાલ જીલ્લાની આ બેઠક પર કોંગી ઉમેદવાર પોતાનો મત પોતાને નહીં આપી શકે

ગુજરાત4 weeks ago

બોમ્બે હાઈકોર્ટે: OSA હેઠળ પોલીસ સ્ટેશન પ્રતિબંધિત સ્થળ નથી, પરિસરમાં વિડિયો રેકોર્ડિંગ ગુનો નથી

ગુજરાત3 weeks ago

પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉ’ થકી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા બાદ, ‘વ્હાલમ જાઓ ને’નું આગામી ગીત – ‘મુરતીયો મૂડમાં નથી’ હવે રીલિઝ થઇ ચૂક્યુ છે.

નેશનલ4 weeks ago

હવે એ ફોર એપલને બદલે અર્જુન અને બી ફોર બલરામ, નવા મૂળાક્ષરોની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે

Indian tech CEO offers jobs to thousands of employees fired by Twitter, Meta, Spotify! Said: 'Come back home'
ઇન્ડિયા2 weeks ago

ભારતીય ટેક સીઇઓ ટ્વિટર, મેટા, સ્પોટાઇફ દ્વારા કાઢી મૂકવામાં આવેલા હજારો કર્મચારીઓને નોકરીની ઓફર કરી! કહ્યું: ‘ઘરે પાછા આવો’

વર્લ્ડ2 weeks ago

Global Carbon Budget 2022: વિશ્વનો વિનાશ ફક્ત 9 વર્ષ દૂર છે! વૈજ્ઞાનિકોના રિપોર્ટ અનુસાર

ગુજરાત3 weeks ago

ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રીલિઝ કરાયું

આણંદ1 week ago

આણંદમાં ત્રણ બેઠક પર ઉમેદવાર રિપિટ, ત્રણ નવા ચહેરાને તક અપાઇ

Gujarat Assembly Elections 20223 weeks ago

Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, આ મતદાતા ઘરેથી કરી શકશે વોટિંગ

Trending