સતત પડી રહેલા વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ

admin
1 Min Read

જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થયો છે. પરંતુ સારો વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે. જિલ્લામાં બે દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ આવતા કપાસનો પાક ઢળી ગયો છે. અવિરત વરસાદને લઈને કપાસના જીંડવા કાળા પડી ગયા છે. જેને લઇને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બે દિવસ પહેલા પવન સાથે ખૂબ જ વરસાદ આવતા વરસાદનું પાણી ખેતરોમાં ઘુસી જતા કપાસના છોડ ઢળી ગયા છે. આથી ખેડૂતોની મહેનત એળે જાય તેવું લાગી રહ્યું છે. ત્યારે બગસરા પંથકમાં હાલ સતત પડી રહેલા વરસાદના કારણે અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાતા ધારાસભ્ય જે વી કાકડીયાએ ખેડૂતોને સાથે રાખીને મામલતદારને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો અને સહાયની માગણી કરી છે. ત્યારે આ તકે ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article