પ્રીતિ ભટ્ટાચાર્ય બની સુપરસ્ટાર સિંગરની વિજેતા

admin
1 Min Read

સંગીત ક્ષેત્રે હાલ જે રિયાલિટી શો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે તે છે સુપરસ્ટાર સિંગર. અને હવે સુપરસ્ટાર સિંગરને તેની પહેલી વિજેતા મળી ચૂકી છે. સોની ટીવીના સંગીતક્ષેત્રેના પોપ્યુલર રિયાલિટી શોનું 6 ઓક્ટોબરે ગ્રાન્ડ ફાઇનલ હતું. અને તેમાં પ્રીતિ ભટ્ટાચાર્જીએ વિજેતા બની નવો ઇતિહાસ રચ્યો છે. પ્રીતિ શરૂઆતથી જ તેના કોયલ જેવા મીઠા અવાજના કારણે લોકોના મનમાં ખાસ જગ્યા બનાવી ચૂકી હતી. અને આ કારણે જ તેને સૌથી વધુ વૉટ મળ્યા અને તેની જીત થઇ.ઉલ્લેખનીય છે કે આ ગ્રાન્ડ ફિનાલેમાં 6 ફાઇનલિસ્ટ  હતા. પણ તે બધાને માત આપીને પ્રીતિ ભટ્ટાચાર્જીએ આ ખિતાબ તેના નામે કર્યો છે.સાથે તેને 15 લાખનો ચેક પણ આપવામાં આવ્યો હતો. ત્રણ મહિના સુધી ચાલેલા આ સંગીતમય સફરમાં એકથી એક ચઢિયાતા કંટેસ્ટેંટ હતા. અને તે તમામે તેમનો અવાજનો જાદુ પાથરીને અદ્ધભૂત પ્રદર્શન પણ આપ્યું હતું. આટલી નાની ઉંમરે બાળકોમાં આટલી બધી પ્રતિભા જોઇને દર્શકો પણ છક થઇ ગયા હતા. અને કદાચ આ જ કારણે આ શોએ સારી એવી લોકપ્રિયતા ટૂંક સમયમાં મેળવી લીધી હતી. આ બાળકો હિમેશ રેશમિયા, અલ્કા યાજ્ઞિન અને જાવેદ અલી જેવા જજ સામે પરર્ફોર્મ કરતા હતા. ત્યારે આટલી નાની ઉંમરે વિજેતા બની પ્રીતી ભાવુક થઇ ગઇ હતી. અને તેના માતા-પિતા તથા સમગ્ર પરિવારમાં પણ આ જીતથી ખુશી છવાઇ ગઇ હતી.

Share This Article