ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ, 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું

admin
1 Min Read

ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં રાજ્યના નાણાં મંત્રી નીતિન પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. નીતિન પટેલે વર્ષે 2021-22 માટેનું  2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે. કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7 હજાર 232 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરતા નાણાં મંત્રી નીતિન પટેલ વર્ષે 2021-22 માટેનું  2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7 હજાર 232 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે જળસંપતિ માટે 5 હજાર 494 કરોડની જોગવાઈ, શિક્ષણ માટે 32 હજાર 719 કરોડની જોગવાઈ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત નીતિન પટેલે બજેટમાં મહત્ત્વપૂર્ણ વાત કરતા જણાવ્યું કે, મહિલા અને બાળ વિભાગમાં 3511 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ માટે 3974 કરોડની, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે શહેરી વિકાસ માટે 13 હજાર 493 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમિક કલ્યાણ અને રોજગાર વિભાગને 1502 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.

Share This Article