ચોમાસાની સીઝનમાં વડાપ્રધાન મોદીએ લોકોને કરી ખાસ અપીલ

admin
2 Min Read

દેશભરમાં એકબાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ચોમાસાની સીઝન ચાલુ હોવાથી ચોમાસામાં થતી બિમારીઓની પણ દહેશત વ્યક્ત કરાઈ રહી છે. દેશભરના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને વરસાદની સીઝનમાં ખાસ તકેદારી રાખવા આગ્રહ કર્યો હતો.

(File Pic)

એકબાજુ દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ચોમાસું શરુ થતાં અન્ય બિમારીઓની પણ દહેશત જોવા મળી રહી છે. સામાન્યપણે ચોમાસામાં રોગચાળો ફાટી નીકળે છે પણ આ વર્ષે પહેલેથી કોરોના વાયરસના દર્દીઓથી હોસ્પિટલો ખચોખચ ભરાઈ ગઈ છે. તેવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ લોકોને ખાસ અપીલ કરી છે. તેમણે એક ટ્વિટ મારફતે જણાવ્યુ હતું કે, આ સીઝનમાં વેક્ટર-જનન રોગ જોવા મળે છે. હું તમારા બધાથી યોગ્ય સાવધાની જાળવવાની અપીલ કરું છું. પીએમ મોદીએ જણાવ્યું કે સરકાર દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, તેમણે લખ્યું કે સરકાર હાલાત પર નજર રાખી રહી છે અને પ્રભાવિત લોકોની સારવાર સુનિશ્ચિત કરી રહી છે.

આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ ડીડી ન્યૂઝનો જે વીડિયો રિટ્વિટ કર્યો છે તેમાં વરસાદમાં મચ્છરોથી થતી બીમારીથી કઈ રીતે બચી શકાય છે તે વિશે જાણકારી આપવામાં આવી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં આવેલ પગલાઓની જાણકારી આપવામાં આવી છે.

Share This Article