ધ સ્કાય ઇઝ પિંકના પ્રમોશન માટે પ્રિયંકા આવી અમદાવાદ

admin
1 Min Read

ફિલ્‍મમેકર શોનાલી બોસની  ફિલ્‍મ ‘ધ સ્કાય ઇસ પિંક’ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્‍મમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર લીડ રોલમાં છે. ફિલ્‍મની સ્ટારકાસ્ટ અત્યારે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફેન્સ પણ આ ફિલ્મનો બેસબ્રીથી રાહ જોઈ રહ્યા છે.બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા નવરાત્રીના પહેલા નોરતે ગુજરાતના અમદાવાદ શહેરમાં પહોંચી હતી. તેની આવનારી ધ સ્કાય ઇઝ પિન્ક ફિલ્મના પ્રમોશન માટે તે અમદાવાદમાં આવી હતી. પ્રિયંકાની સાથે સહ કલાકાર રોહિત શરાફ પણ આવ્યો હતો. આ બંનેએ અમદાવાદના ખેલૈયાઓ સાથે ગરબાનો આનંદ માળ્યો હતો

આ ગરબામાં ગુજરાતના જાણીતા સિંગર આદિત્ય ગઢવીના સુંદર અવાજ પર ગુજરાતની સોશિયલ મીડિયા ક્વિન અદિતી રાવલે સ્ટેજ પર પ્રિયંકા ચોપરા સાથે ગરબા રમ્યા હતા.પ્રિયંકાએ ઇનસ્ટાગ્રામ સ્ટોરી મૂકી ઘણી તસ્વીરો શેયર કરી હતી અને આ વાતની સૌને માહિતી આપી હતી. આ તસવીરોમાં  પ્રિયંકા ગુજરાતી ફૂડની પ્લેટ સાથે પોઝ આપતી પણ જોવા મળી રહી છે. અને તે ગુજરાતી ભોજનની મજા લઇ રહી હોય તેવું લાગી રહ્યું  છે. આ દરમિયાન પ્રિયંકા ગુલાબી સૂટમાં પણ જોવા મળી હતી, જેમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. આ ફિલ્મથી  પ્રિયંકા લાંબા સમય પછી  બોલિવૂડમાં કમબેક કરી રહી છે.

Share This Article