પ્રિયંકા-પરિણીતી ચોપરા પહેલીવાર કરશે સાથે કામ ,ફ્રોઝન 2 ફિલ્મના હિન્દી વર્ઝનમાં આપશે વોઇસ

admin
1 Min Read

ચોપરા સિસ્ટર્સ પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા સાથે કામ કરવાના છે. બંને બહેનો ડિઝનીની એનિમેટેડ ફિલ્મ ‘ફ્રોઝન 2’ના હિન્દી વર્ઝન માટે વોઇસ ઓવર આપવાની છે. ફિલ્મમાં તેઓ એલ્સા અને એનાનો હિન્દી વોઇસ ઓવર કરશે. આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.પ્રિયંકા ચોપરાએ આ ન્યૂઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે, “મિમિ અને ટીશા હવે એલ્સા અને એના છે.

 

ચોપરા સિસ્ટર્સ ફાઈનલી સાથે આવી રહી છે ડિઝનીના ફ્રોઝન 2 માટે. તમે અમને જોઈ શકો તે માટે રાહ જોઈ શકું એમ નથી…. મારો મતલબ છે કે અમને સાંભળવા માટે, આ અમેઝિંગ, સ્ટ્રોંગ કેરેક્ટર્સની સ્ટોરીને હિન્દીમાં લાવી રહ્યા છીએ.” આ ફિલ્મથી બંને પહેલીવાર સાથે કામ કરવાના છે. પ્રિયંકા છેલ્લે ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ ફિલ્મમાં દેખાઈ હતી. પરિણીતી હાલ સાઈના નેહવાલ બાયોપિકના શૂટિંગમાં વ્યસ્ત છે.

Share This Article