ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર વિડિઓ સીરીઝ #BehindTheTweetsમાં જોવા મળનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની….. . #BehindTheTweets એક વિડિયો સિરિઝ છે,જેમા કેટલાય જાણીતા સિતારાઓ પોતાના બહુચર્ચીત ટ્વીટસની પાછળનો રાઝ ખોલશે,37 વર્ષીય પ્રિયંકા અભિનેત્રી હાલમાં તેની આગામી હિન્દી ફિલ્મ ‘સ્કાય ઇઝ પિંક’ ના પ્રમોશન માટે ભારતમાં છે. તેને વીડિયો સીરીઝનો પહેલો વીડિયો ટ્વિટર પર રિલીઝ કર્યો હતો.
પ્રિયંકા ચોપડાએ કહ્યું કે, ‘હું થોડા સમય માટે ટ્વિટરનો ઉપયોગ રહી છું,ફરીથી જૂના ટ્વીટસ જોઇ અને તેની પાછળની સ્ટોરી યાદ કરવું ખુબ મજેદાર છે,હોલિવુડ હસ્તીઓ જેવાકે બ્લેકલાઇવલી,જોનાસબ્રદર્સ,અને કોલ સ્પ્રાઇજ જેવા સિતારાઓના નામ #BehindTheTweets સાથે જોડાયા છે…..અને આ લિસ્ટમાં પ્રિયંકા પણ સામેલ થઇ ગઇ છે…..વાત કરીએ પ્રિયંકાની તો પ્રિયંકા અત્યારે તેની આવનારી ફિલ્મ ધ સ્કાસ ઇઝ પિંકના પ્રમોશનમાં વ્યસ્ત છે….આ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે….જેમા પ્રિયંકાની સાથે ફહરાન અખ્તર,ઝાયરા વસિમ અને રોહિતસરાફ જોવા મળશે…..
