બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી પ્રિયંકા ચોપરા હાલમાં તેની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ વિશે ચર્ચામાં છે. અત્યારે પ્રિયંકા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન કો-સ્ટાર ફરહાન અખ્તર પણ જોવા મળ્યા હતા. તેઓ ફિલ્મના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોમાં પહોચ્યા હતા. પ્રિયંકા ચોપરા ફિલ્મના પ્રમોશન દરમિયાન સાડીમાં જોવા મળી હતી. તેણે રેડ પોલ્કા ડોટ્સવાળી સફેદ સાડી અને ફુલ સ્લીવ રેડ બ્લાઉઝ પહેર્યો હતો. જેમાં તે ખુબ સુંદર લાગી રહી હતી. તેની સાથે ફરહાન અખ્તર પણ ગ્રે ટીશર્ટ અને ગ્રે ચેકસ પેન્ટમાં હેન્ડસમ દેખાઈ રહ્યા હતા. બન્ને શોનાલી બોઝ દિગ્દર્શિત ‘ધ સ્કાય ઇઝ પિંક’ ની સ્ટોરી દિલ્હીની છોકરી આયશાના રીઅલ લાઈફથી પ્રેરિત છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર ઉપરાંત ઝાયરા વસીમ પણ જોવા મળશે. ઝાયરા ફિલ્મમાં પ્રિયંકા અને ફરહાનની પુત્રીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -