રાજય સરકાર દ્વારા ગઇકાલે ફરી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે કાલાવડ મગફળી કેન્દ્રમાં અંદાજીત 180 ખેડૂતો મગફળી લઇને આવ્યા હતા. જેમાંથી 4પ ખેડૂતોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર ચાર જ સેમ્પલ મંજૂર કરી બાકીના સેમ્પલમાં વધુ ભેજ હોવાનું કહી રીજેકટ કરવામાં આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને જામનગર-કાલાવડ હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનું તો એ છે કે રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુના જ ગામ કાલાવડમાં ખેડૂતોએ ચક્કાજામ કરીને સરકારના નિયમો વિરૂઘ્ધ વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારેલ હતી કે ભેજના પ્રમાણમાં માપ દંડમાં ફેરફાર નહી કરવામાં આવે તો ખેડૂતો આગામી દિવસોમાં કાયદો પણ હાથમાં લેવામાં અચકાશે નહી અને વધુ ઉગ્ર આંદોલન છેડશે. ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેને કારણે જયારે ખેડૂતો મગફળી વહેંચવા આવે છે. ત્યારે નાફેડ દ્વારા રીજેકટ કરી દેવામાં આવે છે અને ખરીદી કરવામાં આવતી નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -