ખાંભાના દીવન સરકડીયા ગામે જોવા મળ્યો અજગર

admin
1 Min Read

અમરેલી ખાંભાના દીવાન સરકડીયા ગામના ખેતરમાં મહાકાય અજગર જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ અજગરને પકડવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ખાંભાના દીવાન સરકડીયા ગામે ખેતરમાં કામકાજ કરતા ખેડૂતોએ અજગર જોતા બૂમાબૂમ કરી મુકી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેના પગલે આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. મહાકાય અજગરને જોતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ અંગે ખેડૂતે વન વિભાગની ટીમને માહિતી આપી હતી, જેથી વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેણે ભારે જહેમત બાદ આશરે 14 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરીને તેને સલામત સ્થળે છોડી મુક્યો હતો. અજગર પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વન વિભાગની ટીમનો પણ આભાર માન્યો હતો.

 

Share This Article