રાહુલ ગાંધીને મોદી પર ટિપ્પણી કરવી પડી ભારે

admin
1 Min Read

બેંગ્લોરથી ૧૦૦ કિમી દુર તા. ૧૩મી એપ્રિલ, ૨૦૧૯ના રોજ રેલીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એક રીતે પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, મેહલ ચોકસી, લલીત મોદી અને વિજય માલ્યા સાથે કરી હતી. રાહુલે જનમેદનીને પૂછયું હતુ કે બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત રાફેલ સોદા મામલે નરેન્દ્ર મોદીએ ૩૦ હજાર કરોડનો પોતાના દોસ્ત અનીલ અંબાણીને આપ્યા છે. આ ટિપ્પણી મામલે સુરત કોર્ટમાં એડ. હસમુખ લાલવાલા, માયા વોરા અને શૈલેષ પવાર મારફત પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. આજે કેટલાંક કોંગ્રેસ અગ્રણીઓએ કોર્ટ સંકુલની મુલાકાત પણ લીધી હતી અને મુલાકાત દરમિયાન યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે એ માટેનું પ્લાનિંગ હાથ ધર્યું હતુ. આ અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતનાઓએ એક પત્રકાર પરિષધ  યોજી જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા કોર્ટ આવશે અને ત્યાંથી સર્કિટ હાઉસ જશે, બાદમાં એરપોર્ટથી દિલ્હીની ઉડાન ભરશે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી તરફે સુરત કોર્ટમાં એડવોકેટ કિરીટ પાનવાલા હાજર રહેશે.

 

Share This Article