જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિને લઈને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજ્યપાલ સત્યપાલ મલિક વચ્ચે નિવદનોનો દોર શરૂ થયો છે. સત્યપાલ મલિકના આમંત્રણ પર રાહુલ ગાંધીએ પલટવાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હું તમારા આમંત્રણ પર નેતાઓના એક પ્રતિનિધિમંડળ સાથે જમ્મુ કાશ્મીર અને લદાખ જઈશ. તેના માટે અમારે વિમાનની જરૂર નથી, બસ અમારે ત્યા રહેલા લોકો, ત્યાના નેતાઓ અને જવાનોને મળવાની આઝાદી આપવામાં આવે. રાહુલે થોડા દિવસો પહેલા કાશ્મીર ઘાટીની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેના જવાબમાં રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું છે કે તેઓ અહીંની સ્થિતિ જોવા માટે રાહુલને એરક્રાફ્ટ મોકલશે. રાજ્યપાલે કહ્યું કે રાહુલ ગાંધીને પોતાની પાર્ટીનાએ ક નેતાના વ્યવહાર વિશે શરમ અનુભવવી જોઈએ, જે સંસદમાં ‘મૂર્ખ’ની જેમ વાત કરી રહ્યા હતા. મલિકે કહ્યું કે, મેં રાહુલને અહીં આવવા માટે આમંત્રણ આપ્યું છે. હું તેમને કહું છું કે આપના માટે એરક્રાફ્ટ મોકલીશ, જેથી તમે સ્થિતિની નિરીક્ષણ કરો અને પછી બોલો. તમે એક જવાબદાર વ્યક્તિ છો અને તમારે આવી વાત ન કરવી જોઈએ.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -