કોરોનાના મૃત્યુદરને લઈ રાહુલના ગુજરાત સરકાર પર પ્રહાર

admin
1 Min Read

કોરોના વાયરસે સમગ્ર દેશમાં પગ પેસારો કર્યો છે. દેશમાં દરરોજ હજારો કેસ સામે આવી રહ્યા છે અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ સામે આવ્યા છે. તો ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક સૌથી વધારે છે.

ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હવે આ મામલે ગુજરાત સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ગુજરાત મોડલનું સત્ય સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, COVID-19 માં મૃત્યુદર. ગુજરાતમાં 6.25 ટકા, મહારાષ્ટ્ર 3.73 ટકા, રાજસ્થાન 2.32 ટકા, પંજાબ 2.17 ટકા, પોંડિચેરી 1.98 ટકા, ઝારખંડ 0.5 ટકા, છત્તીસગઢ 0.35 ટકા મૃત્યુ દર છે.

આ સાથે ગુજરાત મોડલ ઉજાગર થયુ છે. આપને જણાવી દઈએ કે,ગુજરાત કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં ચોથા સ્થાન પર છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી ક્રમશ પહેલા, બીજા અને ત્રીજા સ્થાન પર છે. જોકે, COVID-19ના દર્દીઓના મોતના મામલે ગુજરાત ટોચ પર છે.

Share This Article