બનાસકાંઠામાં ફૂડ વિભાગ દ્વારા દરોડા

admin
1 Min Read

દિવાળીના સમયે મીઠાઈ, ફરસાણ સહિત ખાદ્ય સામગ્રીનું મોટાપાયે વેચાણ થતું હોવાથી કેટલાક તત્વો વધુ પૈસો કમાવાની લ્હાયમાં અખાર્ધ ચીજ વસ્તુઓનું ધૂમ વેચાણ કરતા હોય છે.  જેથી બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગની ટીમે આજે ડીસામાં અનેક સ્થળે ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી પેઢીઓ પર દરોડા પાડયા હતા. જેમાં હરસોલિયા વાસમાં હેપ્પી અને રાજભાણ લેબલ વાળું ઘી બનાંવતી ફેક્ટરીમાં દરોડા પાડયા હતા. જ્યાંથી બંને લેબલ વાળા ઘીના સેમ્પલ લઇ લાખ રૂપિયાનો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો.  આ સિવાય ડીસાની જીઆઇડીસી વિસ્તારમાં પણ પિનાકીન અને નયન મસાલાની ફેક્ટરીઓમાં શંકાસ્પદ અખાદ્ય મરચું અને હળદરના સેમ્પલ લીધા હતા. ફૂડ વિભાગની ટીમે હાલમાં ઘી અને મસાલાના સેમ્પલ લઇ વધુ તપાસ અર્થે લેબમાં મોકલી આપ્યા છે.  ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ફૂડ વિભાગ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડી અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતા તત્વો પર તવાઈ વરસાવી છે. જેથી અન્ય અખાર્ધ ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Share This Article