Connect with us

ગુજરાત

ગુજરાત-રાજ્યમાં આગામી ૨૧ તારીખ સુધી વરસાદની આગાહી

Published

on

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 21 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી.આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. છેલ્લા ચાર દિવસ પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓ હજુ પણ અસરગ્રસ્ત છે. રાજ્યમાં 8 સ્ટેટ હાઇવે, 77 પંચાયત, 4 અન્ય સહિત કુલ 89 માર્ગ હજુ પણ બંધ છે.

તે ઉપરાંત રાજ્યમાં 23 ગામોમાં હજી વિજપુરવઠો પૂર્વવત નથી થયો. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરી હતી. જેમાં રાજકોટ, જૂનાગઢ, વલસાડમાંથી રેડ એલર્ટ હટ્યું છે. ઓડિસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઇ જતા સંકટ ટળ્યું હોવાનું અનુમાન છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સરદાર સરોવર જળાશયમાં હાલ 1,76, 558 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 52.85 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનાં 206 જળાશયોમાં 3,98 753 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 71.53 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-65 જળાશય, એલર્ટ ૫ર કુલ- 05 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે. NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડિપ્લોય કરવામાં આવેલી છે, જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીર-સોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-બોટાદ, 1-મોરબી ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પંચમહાલ

પંચમહાલ-લાંચ કેસમાં પકડાયેલ ટીડીઓના રિમાન્ડ મંજૂર

Published

on

પંચમહાલના શહેરા તાલુકા પંચાયત ખાતે થયેલી એસીબીની ટ્રેપમાં પકડાયેલા તાલુકા વિકાસ અધિકારી સહિત બીજા ત્રણ શખ્સોને રીમાન્ડ મળતાં સીબીઆઇ દ્વારા તપાસ અર્થે શહેરા તાલુકાના પંચાયત કચેરી ખાતે લઈ અવાયા હતા. શહેરા તાલુકા પંચાયત ખાતેનું બહુચર્ચિત ACBની સફર ટ્રેપમાં શહેરા તાલુકા વિકાસ અધિકારી ઝરીના અંસારી દ્વારા બે લાખની લાંચ લેવાના કિસ્સામાં એસીબી દ્વારા રિમાન્ડ માગવામાં આવ્યા હતા જે લઈ ACB શાખાને 4 દિવસ ના રિમાન્ડ મળ્યા હતા જોકે રિમાન્ડ મળતા તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય ત્રણ સામેના કેસ ને વધુ મજબૂત બનાવવા તેઓને શહેરા તાલુકા પંચાયત ખાતે લાવવામાં આવ્યા હતા.

આ બાબતે સધન તપાસ ACB દ્વારા કરવામાં આવી રહી છે. જે તે શાખાના અધિકારીઓમાં લાગતા વળગતા ચેમ્બરમાં વધુ તપાસ કરવામાં આવી હતી. અને તાલુકા વિકાસ અધિકારી આગળના બિલોની ચકાસણી કરવામાં આવી હતી. વધુ ચર્ચાનો વિષય તો એ બને છે કે આટલી મોટી રકમ શેના માટે મંગાવ્યા માં આવી હશે અને આટલી મોટી રકમ શાના માટે આપવામાં તૈયાર થયા હતા કે આગળ પણ આવી કોઈ રકમ આપવામાં આવી હશે કે કેમ એ લોકમુખે ચર્ચાએ જોર પકડી છે.

Continue Reading

રાજકોટ

રાજકોટ- NSUIનો આક્રમક વિરોધ પ્રદર્શન

Published

on

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી મામલે NSUIનો આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે. વિવિધ ભવનોમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં માનીતાને લેવાનો કારસો હોવાનો રાજકોટ શહેર એન એસ યુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના સિન્ડિકેટ સભ્યોએ અધ્યાપકોની ભરતી બાબતે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હોવાનો NSUI દ્વારા સનસનીખેજ આક્ષેપ પણ કરાયો છે. જેતે ભવનમાં જાણીતાને કરાર આધારિત અધ્યાપક બનવવા વોટ્સએપના માધ્યમથી રણનીતિ ઘડવામાં આવતી હોવાનો આશંકા વ્યક્ત કરતાં સમગ્ર મામલે એન એસ યુ આઇ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ એન એસ યુ આઇ દ્વારા ઉગ્ર રોષ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Continue Reading

સુરત

સુરત- માનસિક બીમારીથી પીડાતી મહિલાએ મોતની છલાંગ લગાવી

Published

on

સુરતના ભેસ્તાન આવાસના C બ્લોકમાં માનસિક બીમારીથી પીડાતી મહિલાએ ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી આત્મ હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે. સુરતના ભેસ્તાન આવાસ માંના C-બ્લોકમાં રેહતી મહિલા છેલ્લા કેટલાક વર્ષથી માનસિક બીમારીથી પડાઈ રહી હતી. ત્યારે ગઈકાલે ઘરની છત પર ચડી મોતની છલાંગ લગાવી આત્મ હત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ બાદ સ્થાનિકોના તોડેતોડા ભેગા થઈ ગયા બાદ કોઈ જાગૃત ઇસમે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મહિલાની જરૂરી કાર્યવાહી કરી પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. મળતી માહિતી મુજબ ભેસ્તાન આવાસના C બ્લોકમાં રેહતી મહિલા માનસિક બીમારીથી પીડાઈ રહી હતી.

જેના લગ્નજીવનમાં ચાર બાળકો થયા હતા. જેમાં બે છોકરા અને બે છોકરી હતી. મહિલાની માનસિક બીમારીની દવા છેલ્લા કેટલાક સમયથી ચાલતી આવી હતી. ગઈકાલે સાંજના સુમારે પોતાની બિલ્ડીંગના ટેરેસ પર મોતની છલાંગ લગાવી મોત વહાલી કરી લેતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

Continue Reading

Trending